ઊંચા દરે વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે કડક કાર્યવાહી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ રવિવારે જાહેર કર્યું છે કે, ગરીબ-મધ્યમવર્ગના પરિવારોને વ્યાજખોરોના શોષણમાંથી બચાવવા માટે સુરત મોડલને આધારે આવતીકાલથી રાજ્યના તમામ જિલ્લાઓમાં પીઆઇ-ડીવાયએસપી-ડીએસપી-કમિશનર કક્ષાના અધિકારીઓ લોકો વચ્ચે જઈ લોકદરબાર યોજી ઊંચા દરે વ્યાજ વસૂલતા શાહુકારો સામે કડક કાર્યવાહી કરશે.
ગૃહ રાજ્ય મંત્રીએ કહ્યું કે, નાગરિકોએ પોલીસ મથકે જઈ ફરિયાદ આપવી ના પડે તે માટે પોલીસ અધિકારીઓ અલગ અલગ વિસ્તારોમાં લોકો વચ્ચે જઈ આ કાર્યવાહી કરશે.
એમણે કહ્યું કે, સુરતમાં વ્યાજખોરો સામેની કાર્યવાહીમાં સારા પરિણામ મળ્યા હોઈ આ મોડલ રાજ્યભરમાં લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે કે જેથી ચુંગાલમાં ફસાયેલા લોકો અંતિમ પગલું લેવા મજબૂર ના થાય. લોકોને પણ નિર્ભયતાથી તેમને થતી હેરાનગતિ-ત્રાસ અંગે રજૂઆત કરવા ગૃહરાજ્યમંત્રીએ અપીલ કરી હતી.
વ્યાજખોરો જો હેરાન કરતા હોય કે ત્રાસ આપતા હોય તો લોકોએ ડરવું નહિ. ગુજરાત પોલીસ વ્યાજખોરો સામે કડક એક્શન લેશે.
સરકારના પ્રથમ 100 દિવસની કામગીરીમાં વ્યાજખોરીમાંથી મુક્તિ અપાવવાનું કાર્ય મિશન સ્વરૂપે લેવાયું હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
Minister of State for Home Affairs Harsh Sanghvi has announced on Sunday that based on the Surat model, PI-DYSP-DSP-Commissioner level officials will hold Lokdarbars among the people in all districts of the state based on the Surat model and take strict action against moneylenders charging high rates of interest.