ગુજરાતમાં કોરોનાને કારણે લાદવામાં આવેલા આંશિક લોકડાઉનને કારણે 60 ટકા વેપાર-ધંધા ચાલુ છે, પણ 40 ટકા ધંધા બંધ રાખવાના અધકચરા લોકડાઉનને કારણે કોરોનાની ચેન તૂટવાને બદલે વેપારીઓનો મરો થઈ રહ્યો છે, જેથી 18મી પછી વધુ છૂટછાટ આપવામાં નહીં આવે તો અકળાયેલા વેપારીઓ સવિનય કાનૂન ભંગ કરવાની ચીમકી આપી રહ્યા છે. ગુજરાતમાં માત્ર 40 ટકા વેપાર બંધ રાખવાથી કોરોના ચેન તૂટે એમ નથી બીજી બાજુ ઓનલાઇનના ધંધા ચાલુ છે, જેથી નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે એ જોઈને સરકાર પણ 18મી પછી નિયંત્રણોમાં થોડી છૂટછાટ આપવાની તૈયારી કરી રહી હોવાનું જાણવા મળે છે.
પ્રદીપસિંહ જાડેજા ગુજરાતના ગૃહ રાજયમંત્રી એ પણ આ અંગે ઈશારો આપ્યો હતો કે રાજ્યમાં ધંધા-રોજગારને લઈને આગામી દિવસોમાં કેટલાક મહત્ત્વના નિર્ણય કરવામાં આવશે નાના વેપારીઓ ધંધા-રોજગાર શરૂ કરવા માટે રજૂઆતો કરી છે, પરંતુ કોરોનાની પરિસ્થિતિની સમીક્ષા કર્યા બાદ જ નિર્ણય કરવામાં આવશે.18મી મે સુધી કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વ્યાપાર-ધંધા રોજગારને કેટલી છૂટછાટ આપવી એ અંગેનો નિર્ણય કરવામાં આવશે.
ગુજરાતનાં વિવિધ શહેરોમાં વેપારીઓ હવે લોકડાઉન નહીં લંબાવવાની માગ કરી રહ્યા છે. એની સાથે સવિનય કાનૂન ભંગની ચેતવણી પણ આપવા લાગ્યા છે. વેપારીઓની દલીલ છે કે નિયંત્રણોમાં માત્ર 40 ટકા બંધ છે. પણ 60 ટકા વેપાર-ધંધાને છૂટછાટ છે. અધકચરા લોકડાઉનનો કોઈ અર્થ નથી. કોરોના ચેન તોડવી જ હોય તો તમામ વેપાર-ધંધાઓને છૂટછાટો આપવામાં આવે અથવા સંપૂર્ણ લોકડાઉન લાદી દો .હાલ નાના વેપારીઓને કચડીને જ તેમના વિકાસને રૂંધીને જ કોરોના સંક્રમણના નામે આર્થિક લોકડાઉન લાદ્યું છે, જેનાથી કોરોનાની ચેન તોડવામાં સફળતા મળે એવું લાગતુ નથી, કારણ કે માત્ર નાના વેપારીઓને ધંધા બંધ રખાવી બાકીનું બધું ખુલ્લું રાબેતા મુજબ છે, જેને કારણે કોરોના ચેન તૂટે એવું લાગતું નથી. વેપારીઓએ હવે આર્થિક અને અધકચરા લોકડાઉનથી નારાજ થયા છે. છેલ્લા કેટલાંક દિવસથી વિવિધ વેપારી સંગઠન સરકાર લેવલે મંત્રણા કરીને નાના વેપારીઓની મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવા છતાં કોઇ છૂટછાટ ન આપતાં હવે વેપારીઓ પણ મજબૂરીવશ સવિનય કાનૂન ભંગ કરવાના મૂડમાં છે.