વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી ખાતે સાંસદશ્રી પરબતભાઇ પટેલના અધ્યક્ષસ્થાને યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
Shantishram News, Diyodar, Gujarat.
૭માં વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાલનપુર કલેકટર કચેરી Palanpur Collector office ખાતે
Banaskantha જિલ્લાના સાંસદશ્રી પરબતભાઇ પટેલ Parbatbhai Patel ના અધ્યક્ષસ્થાને
યોગ કોચ અને ટ્રેનર્સને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સાંસદશ્રી પરબતભાઇ પટેલે કોચ અને ટ્રેનર્સને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે,
લોકોની તંદુરસ્તી અને સારા સ્વાથ્ય માટે લોકો સુધી યોગ પહોંચાડવામાં યોગ કોચ અને ટ્રેનર્સે ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે. International Day Of Yoga
તેમણે કહ્યું કે, આપણી મહાન ઋષિ પરંપરાની ભેટ આપણા લોકપ્રિય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી Narendra Modi Prime Minister of India એ યોગ સ્વરૂપે સમગ્ર વિશ્વને આપી છે.
હવે સમગ્ર વિશ્વમાં તા. ૨૧ જૂનને વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે.
જેનાથી દુનિયામાં સુખ, શાંતિ અને સમૃધ્ધિ પથરાશે.
આ પ્રસંગે સાંસદશ્રીના હસ્તે બનાસકાંઠા જિલ્લાના ૧૦ યોગ કોચ અને ૧૦ યોગ ટ્રેનર્સને પ્રમાણપત્ર Certificate એનાયત કરવામા આવ્યાં હતાં.
શાંતિશ્રમ ન્યૂઝ - Since 1992 - છેલ્લા 33 વર્ષથી ગુજરાતની તથા વિશ્વભરની જનતાને મહત્વપૂર્ણ સમાચારો આપતી. તેમજ 1 કરોડથી પણ વધુ ગુજરાતીઓની પસંદ શાંતિશ્રમ ન્યૂઝ.