ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે હાહાકાર મચાવ્યો છે.
ખાસ કરીને અમદાવાદ, સુરત, રાજકોટ જેવા જિલ્લાઓમાં કોરોના ખાસ કરીને ફેલાઈ રહ્યો છે.
રાજકોટમાં તો હોસ્પિટલમાં વધુ દર્દીઓ માટે જગ્યાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. સુરતમાં સ્મશાનમાં લાઈનો જોવા મળી રહી છે.
આવા સમયમાં જૂનાગઢમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે
એક મહિલા જે કોરોનાગ્રસ્ત હતા અને સારવાર હેઠળ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
તે દરમિયાન મહિલાના સગાએ તબિયત પૂછવા માટે ફોન કર્યો હતો. સંબંધી સાથે વાત કરતા કરતા મહિલાએ પોતાના પ્રાણ ત્યાગી દીધા હતા.
સંબંધી મહિલાના હાલચાલ પૂછી રહ્યો હતો એવામાં મહિલાનાને શ્વાસ ચઢ્યો હોય તેવું લાગી રહ્યું હતું. ત્યાર બાદ ટુંક જ સમયમાં મહિલાએ દેહ છોડયો હતો.
ગુજરાતમાં 13 એપ્રિલના રોજ 6600 જેટલા કેસ નોંધાયા હતા અને વધુ 67 લોકોના મોત થયા હતા. જેના લીધે કુલ મૃત્યુઆંક 4900એ પહોંચ્યો છે.
ગુજરાતમાં કોરોના દિવસે દિવસે વકરી રહ્યો છે. સરકાર દ્વારા ભરવામાં આવેલ દરેક પગલાં નિષ્ફળ જઈ રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.
હાઇકોર્ટ દ્વારા પણ સરકારને ઠપકી આપવામાં આવી હતી.
હાઇકોર્ટે કહ્યું કે, સરકારને જાણે જનતાની કઈ પડી જ નથી તેવું લાગી રહ્યું છે. આટલા બધા કેસો હોવાના લીધે લોકડાઉન લગાડવામાં આવે એવી ચીમકી પણ આપવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વિવિધ પ્રતિબંધો લગાડવામાં આવ્યા છે. નાઇટ કરફયૂ પણ લાગુ કરાયેલ છે. પરંતુ તેના લીધે કોરોના પર બ્રેક લાગી રહી હોય તેવું જણાતું નથી.
હવે જોવાનું એ રેહશે કે રૂપાણી સરકાર દ્વારા સંપૂર્ણ લોકડાઉન લગાડવામાં આવે છે કે નહિ!!