૧૦૮ આ કાર્યક્રમમાં કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીએ સેવાના તમામ કર્મચારીઓની કામગી૨ીને બિરદાવી એવોર્ડ અને મેડલથી સન્માનિત થયેલા કર્મચારીઓને અભિનંદન પણ પાઠવ્યા હતા ૧૦૮ સેવાના ગુજરાત રાજ્યના સી.ઓ.ઓ. (ચીફ ઓપરેટીંગ ઓફિસર) જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આરોગ્ય ક્ષેત્રે ૧૦૮ ની સેવા ૧૭ રાજ્યોમાં કાર્યરત છે પણ તેમાં ગુજરાતનું મોડલ દેશ માટે પથદર્શક બની રહ્યું છે. આગામી દિવસોમાં યુએસ અને યુકેમાં કોઈપણ ઈમરજન્સી માટે માત્ર એક નંબર હોય છે તેમ આપણે ત્યાં પણ પોલીસ, ફાયર અને આરોગ્યથી માંડીને તમામ ઈમરજન્સી એક જ નંબર ડાયલ કરવાથી મળી રહે તે માટે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. જે આગામી ટૂંક સમયમાં તૈયાર થઈ જશે તેમ જણાવ્યું હતું. દક્ષિણ ગુજરાતમાં છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વિવિધ પ્રોજેક્ટ જેમકે ૧૦૮ ઈમરજન્સી સેવા ખિલખિલાટ સેવા, વુમન હેલ્પલાઈન, મોબાઈલ વેટરનરી ડિસ્પેન્સરી, મોબાઈલ હેલ્થ યુનિટમાં શ્રેષ્ઠ કામગીરી કરી હોય એવા કુલ ૯૦ કર્મચારીને સેવિયર એવોર્ડ પ્રામાણિકતા એવોર્ડ, બેસ્ટ કેસ વુમન હેલ્પલાઈન, બેસ્ટ કેસ મોબાઈલ વેટેરનરી ડિસ્પેન્સરી એવોર્ડ વિવિધ સ્પર્ધાઓમાં વિજેતા થયેલ વિજેતાઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વલસાડ ૧૦૮ સેવાના પ્રોગ્રામ મેનેજર ધવલ પારેખ ઈમરજન્સી મેનેજમેન્ટ એક્ઝિક્યુટીવ વિજય ગામીત અને ૧૦૮ વલસાડની ટીમે જહેમત ઉઠાવી હતી . સંચાલન મોબાઈલ હેલ્થ યુનિટના મેડિકલ ઓફિસર ડો . પલ્લવિકા પટેલે કર્યું હતું . આભારવિધિ પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર સંજય ઢોલાએ કરી હતી. અંતે કેક કાપી પાયલોટ ડેની ઉજવણી કરવામાં આવી હતી .
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો