Shantishram News, Diyodar, Gujarat.
વઢીયાર પંથકના દુદખા ગામે શ્રી દુધખા જૈનસંઘના આંગણે ૧૦૦ વર્ષીય પ્રાચીન શ્રી આદિનાથ જીનાલય શોભી રહ્યું છે. દાદાની ૧૦૦ મી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી અખાત્રીજના શુભદીને થનાર છે.
શતાબ્દી ધ્વજારોહણ માટેના ચડાવા તારીખ ૬ માર્ચ ના રોજ અમદાવાદ નગરે પૂજ્ય આચાર્યશ્રી ઉદયવલ્લભસૂરી મહારાજ સાહેબ તથા
દુદખારત્ન પૂજ્ય મૂનિરાજશ્રી હૃદયકમલ વિજયજી મહારાજ સાહેબ તથા
દુદખારત્ન પૂજ્ય સાધ્વીજી ભગવંત ચિંતનપ્રજ્ઞાશ્રીજી મહારાજ સાહેબ આદીની પાવન નિશ્રામાં
શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘના આંગણે યોજાયેલ.
દાદાના ધ્વજારોહણનો લાભ શ્રીમતી દેવીલાબેન ચીનુલાલ બાપુલાલ ગુંજારીયા પરીવાર તેમજ તેમની સુપુત્રી સ્વાતીબેન રાજેશકુમાર હસાણી પરિવાર દ્વારા લેવામાં આવેલ.
તેમજ આ પાવન અવસરના વિવિધ ચડાવાઓ યોજાયેલ જેનો સૌ દુદખા પરિવારજનોએ ઉલ્લાપૂર્વક લાભ લીધેલ.
પધારેલા સૌને પરેશભાઈ પ્રવિણભાઈ શાહે સંઘ વતી આવકારેલ.
બાદમાં સંગીતના તાલ સાથે ગુરૂવંદના થયેલ. પૂજ્ય ગુરૂભગવંતે જણાવેલ કે દુદખાવાસીઓ માટે ધન્યતાની પળ આવી રહી છે કે દાદાના જીનાલયની ૧૦૦ મી સાલગીરી ઉજવાશે.
બાદમાં તેજસાહેબના પુસ્તકનું વિમોચન કરવામાં આવેલ.
સાંજે સૌ ચૌવિહાર કરી છુટા પડેલ. ચૌવિહારનો લાભ નિલેશકુમાર હસમુખલાલ શાહ (દીઓદર) પરિવારે લીધેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268