વડોદરા જિલ્લાના ડભોઇ, પાદરા, શિનોર, કરજણ, વાઘોડિયાના કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. મનરેગા વિભાગના કર્મચારીઓના મતે વર્ષ ૨૦૦૮માં તેઓની ભરતી થઈ તે સમયે દર વર્ષે ૧૫ ટકા સુધીનો પગાર વધારો કરવાનો ઠરાવ કરાયો હતો . હાલમાં માત્ર રૂપિયા ૮ હજારથી લઈને રૂપિયા ૧૫ હજાર સુધીનો પગાર મેળવતા કરાર આધારીત કર્મચારીઓના પગારમાં છેલ્લાં ૭ વર્ષમાં એક જ વખત વર્ષ ૨૦૧૭ માં ૧૦ ટકાનો વધારો કરાયો હતો. ત્યારબાદ કોઈ વધારો કરવામાં આવ્યો નથી. મોંઘવારીના સમયમાં પગાર વધારો નહી કરાતા નજીવા પગારે નોકરી કરતા કર્મચારીઓની હાલત કફોડી બની છે. સમાન કામ, સમાન વેતનનું સૂત્ર પણ ફારસ રૂપ બની રહ્યું છે. ત્યારે આટલી કાળઝાડ મોંઘાવારીમાં પોતાના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. ત્યારે પોતાની ફરજ ઉપરાંત કચેરીના આદેશ મુજબ સરકારશ્રીના વખતો વખતના કાર્યક્રમો સહીત તમામ કામગીરીમાં નિષ્ટાપૂર્વક ફરજ બજાવે છે. ગ્રામ્ય વિસ્તારના છેવાડાના માનવી સુધી સરકારી લાભો પોંહચાળવા તેમજ ગ્રામ્ય કક્ષાએ રોજગારી પુરી પાડવાની મહત્વની કામગીરી કરનાર મનરેગાના કર્મચારીઓ પોતાની રોજગારી માટે વલખા મારી રહ્યા છે. ગુજરાત રાજ્ય મનરેગા કર્મચારી સંગઠન દ્વારા છેલ્લા કેટલાય સમયથી કર્મચારીના હકો અને પડતર પ્રશ્નો માટે ગુજરાત સરકારના મંત્રીઓ તેમજ મુખ્ય મંત્રીને પત્ર લખી સરકારમાં રજુઆત કરી હતી. તેમ છતાં આજદિન સુધી કોઈ નિરાકરણ આવેલ નથી. ત્યારે મહત્વની વાત એ છે કે ગુજરાત સિવાયના તમામ રાજ્યોમાં મનરેગા યોજના હેઠળ કામ કરતા કર્મચારીઓને સરકારશ્રીના નીતિ નિયમ મુજબ ના વેતન અને અન્ય મળતા તમામ લાભો આપવામાં આવે છે. જેની સામે ગુજરાત સરકારશ્રીના વહીવટ હેઠળ ચાલતી મનરેગા યોજનાના કર્મચારીઓને તમામ મળવા પાત્ર લાભોથી આજદિન સુધી વંચિત રાખવામાં આવ્યા છે. જેના પગલે વડોદરાના સુખલીપુરા ગામે આજે જિલ્લાના તમામ કર્મચારીઓ એકત્ર થયા હતા. જેમાં ઓલ ગુજરાત મનરેગા કર્મચારી યુનિયનના પ્રમુખે હાજરી આપી હતી અને કર્મચારીની વેદના, પડતર પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં તેઓએ રાજ્યભરના તમામ કર્મચારીઓને સંગઠિત થઇ ગાંધી ચીધ્યા માર્ગે આંદોલન ચાલુ રાખવાની સમજ આપી હતી.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું