વડોદરા શહેર જીલ્લામાં આજે ખાનગી તબીબોની હોસ્પિટલોએ એક દિવસીય હડતાળની જાહેરાત કરવામાં આવી છે. આજે 24 કલાક માટે શહેર જીલ્લાના ખાનગી હોસ્પીટલમાં તબીબો સારવાર નહિ આપે. OPD તેમજ ઈમરજન્સી સેવાઓ માટે દર્દીઓને સરકારી હોસ્પિટલ તેમજ ટ્રસ્ટ હોસ્પિટલમાં સારવાર લેવી પડશે. જુન માસના અંતમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ થયેલી એક પી.આઇ.એલ.ની સુનાવણી બાદ નામદાર કોર્ટે મૌખિક હુકમ કર્યો હતો કે હોસ્પીટલમાં થતી ફાયર ઈમરજન્સીની ઘટનાને પગલે હવે તમામ ખાનગી હોસ્પિટલોમાં આઇસીયુ વોર્ડને ગ્રાઉન્ડ ફ્લોર પર કાર્યરત કરવો પડશે. સાથે સાથે કાચની એલીવેશન વિન્ડો દૂર કરવી પડશે. ઉપરાંત ફાયર સેફટીના સાધનો પણ વધારવા પડશે. આ મૌખિક હુકમથી નારાજ ઇન્ડિયન મેડીકલ એશોસિએશન દ્વારા આજે એક દીવસીય હડતાલની જાહેરાત કરી છે. તબીબોના જણાવ્યા અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર આઇસીયુ વોર્ડ ઉભો કરવો શક્ય જ નથી. લોકોના સંપર્કથી દૂર અને ઈમરજન્સીમાં સારવાર થઇ શકે તે રીતે ઓપરેશન થીયેટરની નજીક જ આઇસીયુ વોર્ડ હોવો જોઈએ. એવામાં સુપ્રીમ કોર્ટના હુકમનો અમલ કરાવતી સરકાર તબીબોની રજૂઆતો સંભાળવા પણ તૈયાર નથી. આ નિર્ણય તબીબો પર થોપતા પહેલા એક પણ વાર IMAના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરવામાં આવી નથી. જેના કારણે તબીબોમાં ભારે અસંતોષ છે. કોરોના કાળમાં એકકલ દોક્કલ બનેલી આગની ઘટનાની સજા તમામ તબીબોને ન મળવી જોઈએ
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો