આજરોજ વડોદરાવાસીઓએ સાંસદ ખેલ સ્પર્ધામાં જોડાઈને સૂર્યનમસ્કારના કાર્યક્રમને એક ઉંચાઈએ પહોચાડ્યું છે. ખાસ કરીને આજે આ કાર્યક્રમને વર્લ્ડ બુક ઓફ રેકોડમાં સ્થાન આપવામાં આવ્યું હતું સૂર્યનામસ્કારમાં પુરુષો કરતા મહિલાઓ નું પ્રમાણ વધુ હતું. અને આ વડોદરા માટે ખૂબ જ ગર્વ લેવા જેવી વાત છે.આના પરથી એ સાબિત થાય છે કે વડોદરાની મહિલાઓ કેટલી ફિટ અને મજબૂત છે.અને પોતાના સ્વાસ્થ્ય ને લઈને જાગૃત છે.તદુપરાંત 5 વર્ષથી લઈને 60 વર્ષના તમામ લોકોએ સૂર્યનમસ્કાર કર્યા હતા. વડોદરાવાસીઓને સાંસદ ખેલ સ્પર્ધામાં તથા સૂર્યનામસ્કારમાં જોડાવા બદલ સાંસદ રંજનબેન ભટ્ટે અભિનંદન પાઠવ્યા. વડાપ્રધાન મોદીના આહવાનથી દરેક જિલ્લાઓમાં સાંસદ ખેલ સ્પર્ધાનું આયોજન થયેલ છે. જેમાં દરેક પ્રકારની રમત રાખવામાં આવેલ છે. પરંતુ કશે પણ આ પ્રકારે યોગ અને સૂર્યનામસ્કારનું આયોજન કર્યું નથી. પરંતુ વડોદરાના સાંસદ ખેલ સ્પર્ધામાં આજરોજ પહેલી વખત ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા અને સૂર્યનામસ્કાર કર્યા. જેને લઈને આજે એક નવો વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ પ્રસ્થાપિત થયો.કોરોના કાડ બાદ નાગરિકો સ્વાસ્થ્ય ને લઈને વધુ જાગૃત થયા હોવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો