Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે અને
જિલ્લા પંચાયતના સદસ્યશ્રી અશ્વિન સકસેનાએ વડગામ તાલુકાના ડાલવાણા ગામની મુલાકાત લઇ
સખી મંડળો દ્વારા ચાલતી ભરતગૂંથણ, પશુપાલન જેવી વિવિધ કામગીરીને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા.
ડાલવાણા ગામમાં ૨૫ જેટલાં સખી મંડળો કાર્યરત છે.
જેમાંથી ૧૦ સખી મંડળો દ્વારા ભરતગૂંથણ, પશુપાલન, ખેતી તેમજ અન્ય સ્વરોજગાર માટેના કામો કરવામાં આવે છે.
આ સખી મંડળોને રાજય સરકારશ્રીની યોજનાઓનો અન્વયે રીવોલ્વીંગ ફંડમાંથી લોન સહિતના લાભો મળ્યા છે.
ડાલવાણામાં એનાર્ડે ફાઉન્ડેશન દ્વારા શિવણ તાલીમ વર્ગ, બ્યુટી પાર્લર તાલીમ તેમજ સ્કીલ ડેવલોપમેન્ટની તાલીમો બહેનોને આપવામાં આવે છે.
ડાલવાણા ગામની મહિલાઓ સ્વરોજગોરી મેળવી શકે તે માટે મનરેગા યોજનામાંથી ગ્રામહાર્ટ બનાવવાનું પણ આયોજન છે.
Banasknatha DDO Swapnil Khare, Dalwana , Vadgam, Sakhi Mandal
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268