ઘરેલુ રાંધણ ગેસના બાટલામાંથી કોમર્શિયલ ગેસના બાટલામાં ગેસ ભરીને ડબલ કિંમતમાં વેચવાનું કૌભાંડ પકડાયું છે. PCB ની ટીમે વટવા GIDC વિસ્તારમાં આવેલા ગેસ એજન્સીના માલિકના ગેરકાયદેસર ગોડાઉનમાં ગેસના 104 બાટલા પકડી પાડયા હતા. PCB ની ટીમે બાતમીના આધારે રેડ પાડતા સ્થળ પરથી વજન કાંટા, કેપ, હીટ ગન સહિત3.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી સુમિત પ્રજાપતિ(22)નામના યુવકની અટકાયત કરવામાં આવી હતી. પૂછપરછમાં તેણે જણાવ્યું હતું કે આ જગ્યા બિપીન રામ નિવાસે બાથમે ભાડે રાખી હતી, જ્યારે વટવાGIDC વિસ્તારમાં જ ઘરેલુ ગેસ સપ્લાઈ કરવાની તેઓ એજન્સી પણ ધરાવે છે. ગેસ ભરવા માટે બિપીને સુમિતકુમાર તેમજ ગુલુ શ્રીનિવાસને નોકરીએ રાખ્યા હતા. જે પણ ગ્રાહકોએ ગેસની લાઈન લીધી હોય અથવા તો એજન્સી કે કંપની બદલી હોય તે ગ્રાહકોનું કનેકશન બિપીન ભાઈ કેન્સલ કરતા ન હતા અને કંપનીમાંથી તેમના નામે જ બાટલા મગાવતા હતા.બાટલાનું વજન કરી હીટ ગનથી સીલ કરતા રાંધણ ગેસના બાટલામાંથી ગેસ કોમર્શિયલ બાટલમાં ભરીને તેનું વજન કરી તેના પર કેપ લગાવીને હીટ ગનની મદદથી સીલ મારી દેવામાં આવતું હતું. ત્યારબાદ તે બાટલા ચા-નાસ્તાની લારીઓ, હોટલો, રેસ્ટોરન્ટ સહિતની જગ્યાએ સપ્લાય કરવામાં આવતા હતા.
Trending
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો