લોધિકા જી.આઈ.ડી.સી. મેટોડા ખાતે શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ તથા ગુજરાત સ્કિલ ડેવલપમેન્ટ મિશન, તથા નિયામક, રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે આયોજિત ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમનો શુભારંભ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે દીપપ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો.ઉદ્યોગ સંપર્ક કાર્યક્રમના શુભારંભે શ્રમ, રોજગાર વિભાગના મંત્રી બ્રિજેશભાઈ મેરજા કહ્યું હતું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શ્રમના મહત્વને સમજાવવા આપેલું શ્રમેવ જયતેનું સુત્ર ખરા અર્થમાં ચારિતાર્થ થઇ રહ્યું છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ શ્રમનો મહિમા વાસ્તવિક રૂપે સાકાર થાય તે માટે ઉદ્યોગોમાં ઝીલ(zeal), વિલ(will), સ્કિલ(Skill) અને વિન(Win) અભિગમ અપનાવવામાં આવી રહ્યો છે. ગુજરાત સરકાર દ્વારા સમયની માંગ અને ઇન્ડસ્ટ્રીઝની જરૂરિયાત મુજબના ક્વોલીફાઈડ અને સ્કિલ્ડ વર્કર્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે. તમામ ક્ષેત્રોમાં કામ કરતા શ્રમિકોના સ્વાસ્થ્ય, વળતર અને સુરક્ષાની જવાબદારી રાજ્ય સરકારની છે.શ્રમનિકેતન યોજના અંતર્ગત વાપી, અંકલેશ્વર, વાપી, સાણંદ, મોરબી અને રાજકોટના વેરાવળ-શાપરમાં એમ ગુજરાતભરમાં પાંચ જગ્યાઓએ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની નજીક કારીગરોના રહેવા માટે હોસ્ટેલ બનાવવામાં આવશે. રાજકોટના લોધિકા જી.આઈ.ડી.સી. ખાતે શ્રમિકોના રહેવા માટે છઠ્ઠી હોસ્ટેલ બનાવવામાં આવશે, તેમ મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કહ્યું હતું.સરકાર દ્વારા વિવિધ યોજનાઓ અમલી બનાવીને ઇન્ડસ્ટ્રી અને સ્કિલ્ડ લેબર વચ્ચેનું અંતર નહિંવત કરવા અનુબંધમ પોર્ટલ, સંકલ્પ યોજના, શ્રમનિકેતન યોજના, ગો-ગ્રીન યોજના, ડ્રોન ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યુટ અને કૌશલ્યા સ્કીલ ડેવલપમેન્ટ યુનિવર્સિટી સહિતની યોજનાઓ અંગે મંત્રી મેરજાએ માહિતી આપી હતી. રોજગાર અને તાલીમ વિભાગના નિયામક લલીત નારાયણ સાંધુએ કહ્યું હતું કે, શ્રમ અને રોજગાર વિભાગનો હેતુ ઉચ્ચ ગુણવત્તાવાળી અને સારા વળતરવાળી નોકરીઓ ઉભી કરવાનો તથા તેના માટે વર્કરોમાં જરૂરી સ્કિલ્ડ વિકસાવવાનો છે. ઉદ્યોગોની પ્રગતિ રાષ્ટ્રની પ્રગતિમાં મહત્વનો ભાગ ભજવે છે.
Trending
- ગ્રેટર નોઈડાથી ફરીદાબાદ જવાનું સરળ બનશે, આ પુલ માર્ચથી શરૂ થશે
- મોદીનું નિવેદન લોકશાહી માટે કેવી રીતે ખતરો છે? મેલોનીએ ડાબેરી પક્ષ પર પ્રહારો કર્યા
- યમુનામાં વોટર ટેક્સી દોડશે, દિલ્હીથી નોઈડા જશે ક્યાં ક્યાં રોકાશે જાણો
- દિલ્હી વિધાનસભામાં આતિશી વિપક્ષના નેતા બનશે, AAPએ બેઠકમાં લીધો નિર્ણય
- તમારા કાર્યનો અહેવાલ આપો અથવા નોકરીમાંથી બરતરફી માનો, એલોન મસ્કે સરકારી કર્મચારીઓને આપી ચેતવણી
- રેખા ગુપ્તાએ કહ્યું દિલ્હીમાં દર મહિને 2500 રૂપિયા કમાવવા માટે શું કરવું જોઈએ, જેથી મને કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે?
- મહાશિવરાત્રી પર દૂર-દૂરથી ભક્તો આ મંદિરમાં આવ્યા , જાણો મહાદેવ ઝારખંડીની રસપ્રદ વાર્તા
- દિલ્હી કોર્ટ તરફથી AAPને રાહત, ચાર્જશીટ પર ધ્યાન આપવાનો ઇનકાર