પટવાણ પ્રાથમિક શાળામાં બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું…
લીમખેડા તાલુકામાં આવેલી પટવાણ પ્રાથમિક શાળામાં જી.સી. ઈ. આર.ટી.ગાંધીનગર પ્રેરિત તથા ડાયટ દાહોદ આયોજિત બાળમેળા નું આયોજન કરવામાં આવ્યું હતું.
બાળમેળાની શુભ શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી.પછી બાળમેળા ની વિવિધ પ્રવૃતિઓ વિશે બાળકોને માહિતગાર કરવામાં આવ્યાં હતાં.ત્યાર બાદ ધોરણ 1 થી 5 માં વિવિધ પ્રવૃતિઓ જેવી કે – કાગળકામ, ચિટકકામ, ચિત્રકામ,માટીકામ, ફુગ્ગા ફોડ,વન મિનિટ શૉ, સંગીત ખુરશી,લીંબુ ચમચી, સિકકા શોધ જેવી પ્રવૃત્તિઓ તથા ધોરણ 6 થી 8 માં લાઈફ સ્કીલ બાળમેળા અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ જેવી કે – ટાયર ને કલરકામ કરવો, બેન્ચિસ પર સ્ક્રુ લગાવવો,વૃક્ષોને ગેરૂથી રંગવો, બટન ટાંકવા,ફ્યુઝ બાંધવો, કુકરને બંધ – ખુલ્લું કરવું, જેવી વિવિધ જીવન કૌશલ્ય ઉપયોગી પ્રવૃત્તિઓમાં બાળકોએ ખુબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આજના આ સમગ્ર બાળમેળા નું સંચાલન ધોરણ 1 થી 5 માં શ્યજીભાઈ માછી તથા ધોરણ 6 થી 8 માં કનુભાઈ હઠીલાએ કર્યુ હતું.સમગ્ર બાળમેળા નું સંચાલન ધોરણ 1 થી 5 માં રાયજીભાઈ માછી તથા ધોરણ 6 થી 8 માં કનુભાઈ હઠીલાએ કર્યુ હતું.