ભારતીય રેલ્વે ફરી એકવાર ,કોરોના વાયરસની બીજી લહેર બાદ ટ્રેનોનું સંચાલન વધારી રહી છે. Indian Railway એ ઘણી નવી Trainનું સંચાલન શરૂ કર્યું છે અને કેટલીક ટ્રેનોનું આવર્તન પણ વધાર્યું છે. આવા સમયે ગુજરાત Gujarat થી વૈષ્ણોદેવી vaishno devi જવા માંગતા યાત્રાળુઓ માટે રેલ્વે વિભાગ ખુશખબર લઈને આવ્યું છે. જી હા રેલ્વેએ ઘણી ટ્રેનોમાં વધારો કર્યો છે અને ટૂંક સમયમાં વધુ નવી ટ્રેનો દોડાવવાની યોજના છે. આ દરમિયાન રેલવેએ અમદાવાદ Ahmedabad થી નવી દિલ્હી New Delhi અને આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી જતી ટ્રેનોની સંખ્યામાં વધારો કર્યો છે.
સીરમ ઇન્સ્ટિટ્યૂટ જુલાઇથી Novavax રસીનું ક્લિનિકલ ટ્રાયલ બાળકો પર કરશે..
કેન્દ્રીય રેલ્વે મંત્રી railway minister of india પિયુષ ગોયલે piyush goyal આ વિશે માહિતી આપી છે. પિયુષ ગોયલ ટ્વિટર પર જણાવ્યું કે કોવિડના ઘટતા કેસોને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવા સાથે ઘણી ટ્રેનોનું અંતર વધારવામાં આવ્યું છે. પિયુષ ગોયલે કહ્યું કે ઘણી ટ્રેનોનું આવર્તન વધાર્યું છે. પિયુષ ગોયલે માહિતી આપી છે, ‘કોવિડ Covid ના ઘટતા ચેપને ધ્યાનમાં રાખીને, ટ્રેન સેવાઓ શરૂ કરવાની સાથે સાથે હાલમાં ચલાવવામાં આવતી ટ્રેનોનું આવર્તન પણ વધારવામાં આવી રહ્યું છે. જેમાં ડો.આંબેડકર નગરથી માતા વૈષ્ણોદેવી, કટરા katra અને અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનો હવે દૈનિક સેવાઓ પૂરી પાડશે.’
અમદાવાદથી નવી દિલ્હી જતી ટ્રેનની ફ્રિકવન્સી વધારવામાં આવી છે. 28 જૂનથી આ ટ્રેન દૈનિક દોડશે. આ સિવાય ડો.આંબેડકર નગરથી વૈષ્ણોદેવી જનારી ટ્રેન 1 જુલાઈથી રોજીંદી રીતે પાટા પર દોડશે. હાલમાં આ ટ્રેનની સેવાઓ દૈનિક નથી. કેટલીક ટ્રેન અઠવાડિયાના અમુક જ દિવસોમાં ચાલે છે. હવે બંને ટ્રેન દૈનિક થવાથી શ્રદ્ધાળુઓને લાભ મળશે. તેઓ અમદાવાદથી દિલ્હી અને ત્યાંથી વૈષ્ણોદેવી સરળતાથી જઈ શકશે.દેશના વિવિધ માર્ગો પર દર મહિને ટ્રેનો શરૂ કરવામાં આવી રહી છે. જોકે હાલમાં તમામ ટ્રેનો વિશેષ કેટેગરીમાં છે, પરંતુ તેની સેવાઓ પણ સામાન્ય ટ્રેનો જેવી છે. ભારતીય રેલ્વેએ જણાવ્યું છે કે મુસાફરોની ભારે માંગને ધ્યાનમાં રાખીને માત્ર જૂન મહિનામાં 660 ટ્રેનો શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનો વિશેષ સેવા આપી રહી છે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને જાણવા જેવું, ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268