રાજકોટમાં એક ફ્લેટમાં આગ લાગવાની ઘટના બની હતી.
રાજકોટમાં બેડીનાકા પાસે આવેલા કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં આગ લાગવાની ખબર મળતા જ ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું.
ત્યાંથી ફાયર ઓફિસર ને ખબર પડી ગઈ જે ફ્લેટમાં આગ લાગી હતી તે ફલેટના એક રૂમમાં ત્રણ લોકો પુરાઈ ગયા હતા આના લીધે તેઓ પોતાના જીવને જોખમમાં મૂકીને ઘરમાં પ્રવેશ્યા હતા.
ઘરમાં ઘૂસ્યા બાદ ચીફ ઓફિસર બાથરૂમમાં પૂરાયેલ એક માતા અને તેના બે છોકરાઓ ને બહાર કાઢ્યા જેમાં એક બાળક ફક્ત અને ફક્ત આઠ મહિના નું હતું જેને તેઓએ છાતી સરસો ચાંપીને દોડ્યા હતા.
આ ઘટના એવી જગ્યા બની હતી કે જ્યાં મોટા ફાયર ફાઈટર સાધનો આવી શકે તેમ ન હતા. જેના પગલે ત્યાં મીની ફાયર ફાઈટર ટીમ આવી હતી અને આગ બુઝાવવાનું કામ શરૂ કર્યું હતું.
તપાસમાં ફાયર ફાયટરોને શંકા છે કે ગેસના બોટલમાં લીકેજ હોવાના લીધે આગ લાગી હોઈ શકે છે.
ચીફ ફાયર ઓફિસર I.V. ખેરે જણાવ્યું હતું કે ફાયરબ્રિગેડને કોલ દ્વારા જાણ કરવામાં આવી હતી કે કોમલ એપાર્ટમેન્ટના ચોથા માળે એક ફ્લેટમાં આગ લાગી છે. અમે તરત જ રિસ્પોન્સ આપતા તાત્કાલિક જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
તેઓ આગળ જણાવ્યું કે, ‘અમને ઘટના સ્થળે પહોંચતા જ જાણ કરી દેવામાં આવી હતી કે તે ફ્લેટમાં હાલ ત્રણ વ્યક્તિઓ એક રૂમમાં બંધ થયા છે. જેના પગલે અમે આગ બુઝાવવા ઘરની અંદર ઘુસ્યા ત્યારે બાથરૂમમાં અમને એક માતા અને તેના બે સંતાનો મળ્યા હતા. મહિલાએ દરવાજો બંધ કરી રાખ્યો હતો. ઘર વખરી સંપૂર્ણ રીતે બળીને રાખ થઈ ગઈ હતી.
માતા અને તેના બંને સંતાનોને રાજકોટ શહેરની સિવિલ હોસ્પિટલ ખાતે ઈમરજન્સી વોર્ડમાં દાખલ કરવામાં આવેલ છે