ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે હવામાન વિભાગના મતે કાલથી વરસાદનું જોર વધશે
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
રાજ્યમાં લાંબા સમય બાદ ફરી ચોમાસું સક્રિય થયું છે. અરવલ્લી અને વડોદરામાં વરસાદનું આગમન થયું છે, જેને લઈ ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. અરવલ્લી જિલ્લામાં એક માસના લાંબા વિરામ બાદ ધોધમાર વરસાદ પડ્યો છે.
મેઘરજના જીતપુર, ખાખરીયા, ઇસરી, રેલ્લાવાડા સહિત પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો. જેને લઈ મકાઈ,સોયાબીન,તુવેર સહિત મુર્જાતા પાકને જીવતદાન મળ્યું છે. વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
ડભોઇ પંથકમાં પણ આગાહી મુજબ વરસાદી ઝાપટા પડ્યા છે. લાંબા વિરામ બાદ ડભોઇ પંથકમાં વરસાદી ઝાપટા વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય ગરમી અને બફારાથી લોકો પરેશાન હતા. એસ.ટી.ડેપો, શિનોર રોડ, નાંદોદી ભાગોળ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું હતું.
વાઘોડિયામા બપોરે વરસાદી ઝાપટું પડ્યું હતું. વરસાદની ચાતક નજરે વાટ જોતા ખેડૂતોને આંશિક રાહત મળી હતી. આકાશમાંથી કાચું સોનું વરસ્યું હોય તેવો ખેડૂતોમાં આનંદ છવાયો હતો. જોકે માત્ર ઝાપટું વરસી બંધ થતા ખેડૂતોની આશા નિરાશામા ફેરવાઈ હતી. ઝાપટું આવ્યા બાદ વાતાવરણમાં અસહ્ય ઉકળાટ જોવા મળી રહ્યો છે.
http://www.shantishram.com/news/19973/06/09/2023/
ગુજરાતની તથા વિશ્વભરની મહત્વપૂર્ણ ખબરો આપણી પોતાની ભાષા ગુજરાતીમાં માત્ર શાંતિશ્રમ ન્યૂઝ પર.
અમારી વેબસાઈટ આપના માટે લઈને આવે છે ગુજરાતના ખુણે – ખુણાની તમામ મહત્વપૂર્ણ ખબરો.
શાંતિશ્રમ ન્યૂઝ જોવા અમારી વેબસાઇટ, ફેસબુક પેજતેમજ યુટ્યુબ પર અમારી ચેનલ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરોઅને બેલ આઇકોન પર ક્લિક કરો જેથી અમારા ન્યૂઝ તમને મળતા રહે.cssf
Diyodar, banaskantha, uttargujaratsamachar, ગુજરાતસમાચાર, લાઈવસવારનાન્યુઝ, બપોરનાન્યુઝ, સાંજસમાચાર, ખેડૂતસમાચાર,Top News, માહિતી, હાઈલાઇટ, વરસાદ, આજનામુખ્ય તાજાસમાચાર, ગુજરાતીસમાચાર,today’s news, Top news, Gujarat livesamachar,breakingnews, gujaratnews
Please Like& Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://www.youtube.com/@SHANTISHRAMNEWS
Twitter https://twitter.com/shantishram
Instagramhttps://www.instagram.com/shantishram/
Shantishram News, Gujarat