રાજ્યમાં કોરોના કહેર ઓછો થઈ રહ્યો છે. ત્યારે હાલમાં એવા સમચાર સામે આવ્યા છે કે, 18 થી 45 વર્ષના લોકોએ રસી મેળવવા માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન જરૂરી નથી તેઓ સ્થળ પર જઈ રજીસ્ટ્રેશન કરાવી રસી લઈ શકશે. ત્યારે આ મામલે આરોગ્ય અગ્ર સચિવ જયંતી રવિએ સ્પષ્ટતા કરી છે કે, ગુજરાતમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરવું ફરજિયાત છે.રાજ્યમાં 18 થી 45 વયના લોકો માટે કોરોના વેક્સીનેશન હવે ઓનલાઇન રજીસ્ટ્રેશન વિના ઓન સ્પોર્ટ રજીસ્ટ્રેશનથી થઇ શકશે. ત્યારે આ મામલે આરોગ્ય અગ્ર સચિવ ડૉ. જયંતિ રવિએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે, રાજ્યમાં કોવીન એપ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર દ્વારા હાલ જે રીતે વેક્સીનેશનની પ્રક્રિયા પ્રાયોર રજીસ્ટ્રેશનથી સ્થળ, સમય અને તારીખ આપીને કરવામાં આવે છે તે જ પ્રક્રિયા હાલ રાજ્યમાં યથાવત છે. રાજ્ય સરકારે હાલની વેક્સીનેશન માટે વેબસાઇટ અને એપના માધ્યમથી રજીસ્ટ્રેશનની જે પદ્ધતિ છે તે યથાવત રાખેલી છે.
નોંધનીય છે કે, કોરોના સામે સૌથી મહત્વનું હથિયાર રસી છે. હવે સરકારે 18 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે પણ રસીકરણ શરૂ કરી દીધુ છે. પહેલા 18થી 44 વર્ષના લોકોએ રસી મેળવવા માટે કોવિન પોર્ટલથી એપોઈન્ટમેન્ટ લેવી જરૂરી રહેતી હતી. પરંતુ હવે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ નિયમને બદલી નાખ્યો છે. સરકારે કરેલી જાહેરાત માટે હવે 18 થી 44 વર્ષની ઉંમરના લોકોને હવે રસીકરણ માટે ઓનસાઈટ રજીસ્ટ્રેશનની સુવિધા પણ ઉપલબ્ધ રહેશે.
આ સુવિધા તેમને ગવર્મેન્ટ રસીકરણ કેન્દ્ર ઉપર મળશે. હવે 18થી 44 વર્ષના લોકો સીધા રસીકરણ સેન્ટર્સ પર જઈને રસી લઈ શકે છે. જો કે કોવિન પોર્ટલ (Cowin.gov.in) પર પહેલેથી રજિસ્ટ્રેશન કરાવવું પડશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268