રાજ્યમાં કોરોનાના કેસો ઘટતા શાળા સંચાલકોના પ્રેશર બાદ હવે સરકાર ધોરણ 9થી 12ના વર્ગો શરૂ કરવાનું આયોજન કરી રહી હોવાનું સુત્રો કહી રહ્યાં છે. ધોરણ 10 અને 11ના વર્ગો શરૂ કરવા માટે સરકાર હકારાત્મક રીતે વિચારી રહી છે અને આગામી સમયમાં કોર કમિટીમાં આ અંગે નિર્ણય પણ લેવાઈ શકે છે.
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં કોરોનાના કેસો ઓછાં થઇ રહ્યાં છે. ત્યારે સરકારની મંજૂરીથી રાજ્યમાં શિક્ષણ પણ હવે સંપૂર્ણ અનલોક થઈ રહ્યું છે. મહત્વનું છે કે, રાજ્યમાં સ્કૂલો અને કોલેજો શરૂ થઈ રહી છે. સરકારના શિક્ષણ વિભાગે પણ ધોરણ 12ની સ્કૂલોમાં ઓફલાઈન શિક્ષણ શરૂ કરવા માટેનો વિધિવત પરિપત્ર જાહેર કરી દીધો હતો. જે મુજબ ધોરણ 12 સાયન્સ, સામાન્ય પ્રવાહ સહિત તમામ પ્રવાહની સ્કૂલોમાં 15 જુલાઇથી ઓફલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે.જો કે, ઓફલાઈન શિક્ષણમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રખાઇ છે અને ક્લાસરૂમમાં ન આવનાર વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણ વ્યવસ્થા સ્કૂલોએ ચાલુ રાખવાની રહેશે. પ્રત્યક્ષ શિક્ષણ માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી નિશ્ચિત નમૂનામાં લેખિત સંમતિ પત્ર પણ મેળવવાનો રહેશે. આ સાથે વર્ગખંડોમાં 50 ટકા ક્ષમતાની મર્યાદામાં એકાંતર દિવસ મુજબ વિદ્યાર્થીઓને ક્લાસરૂમમાં શિક્ષણ માટે બોલાવવાના રહેશે. આ સાથે જ ક્લાસરૂમમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે સોશિયલ ડિસ્ટન્સ જળવાઇ રહે તેમજ સેનેટાઇઝ કરીને જ ક્લાસરૂમ શરૂ કરવાની ગાઇડલાઇન પણ બહાર પડાઇ છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268