સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસ હિટવેવની અસર
ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં એક તરફ કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયો છે તો બીજી તરફ કાળઝાળ ગરમીનો પ્રકોપ દિવસેને દિવસે વધી રહ્યો છે.
મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચી ગયો છે.
અમદાવાદમાં પણ કાળઝાળ ગરમીને લઇને આજે યલો અલર્ટની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલ આગાહી પ્રમાણે,સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસ હિટવેવની અસર રહેવાની સંભાવના છે.
ગીર સોમનાથ,જૂનાગઢ,પોરબંદરમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે તો દીવ અને કચ્છમાં પણ આગામી 2 દિવસ સુધી કાળજાળ ગરમી રહેવાની આગાહી કરાઇ છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં 2 દિવસ હિટવેવની આગાહી ગાંધીનગર 41.5 ડિગ્રી, જૂનાગઢ 43 ડિગ્રી, વડોદરામાં 40 ડિગ્રી, તો કચ્છમાં સૌથી વધુ ગરમીનો પારો 42.16 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
તો ગરમીના કારણે તળાવોના પાણીના સ્તરમાં પણ ઘટાડો જોવા મળે છે.
આ સાથે લોકોમાં પણ ડિહાઈડ્રેશન અને ઝાળા-ઉલટીની સમસ્યા સામે આવે છે.
ઉકળાટના વાતાવરણના કારણે લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.
ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે અને લોકો ગરમીથી રાહત મેળવવા વિટામીન-સીથી ભરપુર એવા લીંબુ નો ઉપયોગ કરે છે.
લીંબુ શરબતની સાથે કોરોનાની સામે રોગપ્રતિકારક શક્તિ વધે છે.
આથી વિટામિન-સી માટે પણ લીંબુની ડિમાન્ડ હોય છે.
જેથી હવે માર્કેટમાં લીબુંની માંગ વધી છે જેથી હવે લીંબુની ખટાશ, તેના ભાવ પર જોવા મળી રહી છે જે લીંબુ માર્કેટમાં 30 થી 40 રૂ.પ્રતિ કિલોએ મળતા હતાં.
જે હવે રૂપિયા120એ પહોંચી ગયા છે.