રાજકોટ ખાતે માનવઉત્કર્ષ મહોત્સવના પ્રથમ દિવસે જ સમગ્ર રાજકોટ શહેર તથા ગ્રામ્યનું માનવ મહેરામણ હજારોની સંખ્યામાં ઊમટી પડ્યું હતું. આજે વારસ સાથે વિમર્શ વિષયક અપૂર્વ મુનિ દ્વારા કથા પ્રસ્તુતિ કરવામાં આવી હતી.પ્રથમ દિવસે અગ્રણીઓએ પણ પ્રેરણા મેળવી આ માનવઉત્કર્ષ મહોત્સવનો ઉદ્દઘોષ કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિરથી નીકળેલી તથા રેસકોર્સ ગ્રાઉન્ડ પર પહોંચેલી ભવ્ય પોથીયાત્રા દ્વારા કરવામાં આવ્યો હતો. જેમાં ડીજે, બેનરવાળા, ધજાવાળા, પોથી ઉપાડતા, માટલીવાળા, રાસસગર બાવાળા, સ્કૂટર રેલી કરતા, કીર્તન આરાધના કરતા મહિલા ભક્તો જોવા મળ્યા હતા.રેસકોર્સ મેદાન ખાતે સાંજે 7 વાગ્યે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, પૂજ્ય અપૂર્વમુનિ સ્વામી, આયોજક સંતોની સાથે રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરિયા, રાજકોટ કલેક્ટર અરુણ મહેશ બાબુ, કમિશ્નર રાજુભાઈ ભાર્ગવ, મેયર પ્રદીપભાઈ ડવ, જિલ્લા પંચાયત પ્રમુખ ભુપતભાઈ બોદર,ડીડીઓ દેવભાઈ ચૌધરી.રાજકોટ નરેશ માંધાતાસિંહજી સહિત સામાજીક અગ્રણીઓ દ્વારા માનવ ઉત્કર્ષ મહોત્સવનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું. માનવ ઉત્કર્ષ મહોત્સવની પ્રથમ દિવસની પારાયણનો શુભારંભ સનાતન હિંદુ ધર્મ પ્રમાણે વૈદીક મંત્રોચાર સાથે દિપ પ્રાગટ્ય દ્વારા થયો હતો. બીએપીએસ સંસ્થાના સ્પીકર સંત અપૂર્વમુનિ સ્વામીએ માનવ જો ધારે તોથ (તમારી સફળતા – તમારો સંકલ્પ)વિષય પર રસાળ અને ચોટદાર શૈલીમાં પ્રસંગ, દ્રષ્ટાંત, સંવાદ, પ્રશ્નોત્તરી અને ફોટો-વિડીયોની અદ્દભુત પ્રસ્તુતિ સાથે કથાલાભ આપ્યો હતો. ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, એમએલએ ગોવિંદભાઈ પટેલ,રાજકોટ નરેશ માન્ધાતાસિંહજી સહિત શહેરના અનેક મહાનુભાવો સહિત સેંકડો લોકોએ માનવ ઉત્કર્ષ મહોત્સવમાં આવીને જીવનને સકારાત્મક જીવન જીવવાની પ્રેરણા મેળવી હતી.માત્ર વક્તવ્યનાં અંતમાં રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉપસ્થિત હજારોની જનમેદની સાહસ અને સ્વપ્ન સાથે, પરિશ્રમનાં સંકલ્પ સાથે સંયમ,સાવધાની અને ધીરજ સાથે સફળતા મેળવવા કટિબદ્ધ થઈ હતી. આજે અપૂર્વ મૂનિ સ્વામી વારસ સાથે વિર્મશ વિષયક કથાપ્રસ્તૃતિ કરશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો