રાજકોટ શહેરમાં કોરોનાના વધુ 11 કેસ નોંધાયા છે, જ્યારે 7 દર્દીને ડિસ્ચાર્જ કરાતા એક્ટિવ કેસની સંખ્યા 67 થઈ છે. જ્યારે કુલ કેસનો આંક 63980 થયો છે. રાજકોટ શહેરના વેસ્ટ ઝોન વિસ્તારમાં કોરોનાના કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. વોર્ડ નં.11માં એક સાથે 4 નવા કેસ આવ્યા છે અને આ જ વોર્ડમાં અત્યાર સુધીમાં કેસની સંખ્યા વધુ રહી છે. બીજી તરફ અત્યાર સુધી છૂટાછવાયા કેસ આવી રહ્યા હતા પણ એક સપ્તાહથી એક જ પરિવારમાંથી એકથી વધુ વ્યક્તિઓને કોરોના થયાનું સામે આવી રહ્યું છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં વધારો આવતા ટેસ્ટની સંખ્યા પણ બમણી કરી દેવામાં આવી છે. પંચાયતનગરમાં એક જ ઘરમાં રહેતા બે પુરુષનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આથી કોન્ટેક્ટ ટ્રેસિંગ અને અન્ય સભ્યોનું પણ સ્ક્રિનિંગ કરાઈ રહ્યું છે. જ્યારે જે કેસ આવ્યા છે તે પૈકી મારુતિ નગરમાં રહેતા 50 વર્ષીય વૃદ્ધે તાજેતરમાં અમદાવાદથી આવ્યા હોવાનું જણાવ્યું હતું. આ સિવાયના અન્ય 10 કેસમાંથી કોઇની પણ ટ્રાવેલ હિસ્ટ્રી મળી નથી. તેમજ કોઇ દર્દીના સંપર્કમાં ન આવ્યાનું કહ્યું છે. એટલે કે તેમને ચેપ ક્યાંથી લાગ્યો તે ખબર જ નથી. જોકે રાહતની વાત એ છે કે આ તમામ લોકોએ રસીના બે બે ડોઝ લીધેલા છે. આથી એક પણ દર્દીને જોખમી અસર જણાઈ નહોતી. તેમજ છેલ્લા એક મહિનામાં જે પણ કેસ આવ્યા છે તે પૈકી એક પણ દર્દી ગંભીર બન્યા નથી અને માત્ર 7 દિવસની સારવાર બાદ ડિસ્ચાર્જ જાહેર કરી દેવાય છે. જાહેર સ્થળોએ તેમજ પ્રિકોશન ડોઝ લેવા આવતા લોકોનું પણ સ્ક્રિનિંગ કરી ટેસ્ટ કરાઈ રહ્યા છે. જૂન માસના છેલ્લા સપ્તાહમાં દૈનિક 800થી 900ના ટેસ્ટ કરવામાં આવતા હતા તેને બદલે હવે રોજના 1200થી 1700 ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું