જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે આગામી તારીખ 17 થી 21 ઓગસ્ટના રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળામા સ્ટોલ અને પ્લોટ ભાડે મેળવવા માટે ફોર્મનું વિતરણ અને ભરાયેલા ફોર્મ પરત સ્વીકારવાની પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. જે પૂર્ણ જાહેર કરવામાં આવી છે. આવતીકાલથી 30 જુલાઈ દરમ્યાન 364 સ્ટોલ માટે કુલ 1916 અરજીઓનો ડ્રો તેમજ હરરાજી શરૂ કરવામાં આવશે. તા.17 થી 21 ઓગસ્ટ સુધી રેસકોર્સ મેદાનમાં યોજાનાર ભવ્ય લોકમેળામાં વિવિધ ખાણીપીણીના સ્ટોલ અને રાઇડ્સ અનેરું આકર્ષણ જોવા મળશે. સૌરાષ્ટ્રભરમાં દિવાળીની જેમ ઉત્સાહપૂર્વક ઉજવાતા જન્માષ્ટમી પર્વ નિમિત્તે રાજકોટ શહેરમાં રેસકોર્સ મેદાનમાં જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આગામી 17 ઓગસ્ટથી ભવ્ય લોકમેળો યોજાવા જઈ રહ્યો છે, ત્યારે આ લોકમેળામાં મુખ્ય આકર્ષણ સમાન ખાણીપીણી, રમકડાં, યાંત્રિક આઈટમ, વિવિધ રાઇડ્સની ફાળવણી માટે તૈયારી સમિતિ દ્વારા હાથ ધરવામાં આવી છે. તા. 27 જુલાઈ ના રોજ રમકડાં, ખાણીપીણી તેમજ હાથથી ચાલતી ચકરડી સ્ટોલની ડ્રો દ્વારા ફાળવણી કરવામાં આવશે. અન્ય પ્રકારના સ્ટોલ માટે તા. 28,29,30 જુલાઈના રોજ હરરાજી દ્વારા ફાળવણી કરવામાં આવશે. આ લોકમેળામાં રમકડાના 210 સ્ટોલ તેમજ ખાણીપીણીના નાના 14 સ્ટોલ તેમજ મોટા 2 સ્ટોલ તથા આઈસ્ક્રીમના 16 સ્ટોલ હશે. તેમજ યાંત્રિક આઈટમો માટે અલગ અલગ પ્રકારના કૂલ 44 સ્ટોલ, ચકરડીઓ માટે 52 સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત સરકારી સંસ્થાઓ માટે 26 સ્ટોલ રહેશે. મેળાને આકર્ષક શીર્ષક આપવાની છેલ્લી તારીખ તા.- 27/07/2022 સુધી હોઈ હવે માત્ર એક દિવસ બાકી રહ્યો હોઈ ઇચ્છુક સ્પર્ધક વહેલી તકે એન્ટ્રી મોકલી આપે તેમ સમિતિ દ્વારા જણાવાયું છે. સ્પર્ધકે પોતાની એન્ટ્રી પત્રથી અથવા ઇ-મેઇલથી મોકલવાની રહેશે. એન્ટ્રી મોકલનારા સ્પર્ધકે સુવાચ્ય અક્ષરમાં પોતાનું નામ, સરનામું, સંપર્ક નંબર લખવાનો રહેશે. ઇમેઇલથી મોકલનાર સ્પર્ધકે પણ સરનામું અને સંપર્ક નંબર અચૂક લખવાનો રહેશે. સ્પર્ધકોએ એન્ટ્રી મોકલવાનું સરનામું લોકમેળા અમલીકરણ સમિતિ, કલેકટર કચેરી, ખાસ શાખા, શ્રોફ રોડ, રાજકોટ. જ્યારે ઇ-મેઇલ આઇ.ડી. આર. એમ. સી. ઓફિશિયલ સાઈટ ઉપર મોકલી આપવાની રહેશે. સમય મર્યાદા બાદ આવેલી એન્ટ્રી ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નિવાસી અધિક કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.
Trending
- NCPએ 38 ઉમેદવારોની યાદી જાહેર કરી, યાદીમાંથી નવાબ મલિકનું નામ ગાયબ
- દિવાળી પર તમારા ઘરને આ 5 રીતે સજાવો, બધા જોતા રહી જશે
- દિલ્હી નહીં, આ શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર, જ્યાં AQI 394ને પાર છે
- શિવસેના શિંદે જૂથે ઉમેદવારોની યાદી જાહેર કરી, રાજ ઠાકરેના પુત્ર સામે પણ ઉમેદવાર ઉતાર્યા.
- NCP ધારાસભ્ય નવાબ મલિકનું દાઉદ સાથે જોડાણ, મહારાષ્ટ્ર ચૂંટણીમાં ટિકિટ ભાજપને સ્વીકાર્ય નથી
- લોટ, દાળ અને ચોખા મોંઘા થયા! જાણો ભારત બ્રાન્ડની આ ત્રણ પ્રોડક્ટ્સ કેટલી કિંમતમાં મળશે?
- કોણ છે નતાશા પૂનાવાલા? જેના પતિએ કરણ જોહરના ધર્મામાં અડધો હિસ્સો ખરીદ્યો
- દિવાળી પર જ્યારે ટીમ ઈન્ડિયા મેદાનમાં ઉતરી, જાણો શું આવ્યું તેનું પરિણામ