રાજકોટ લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઇ પોબારૂ અને કારોબારી પ્રમુખ ડો. નિશાંતભાઇ ચોટાઇ સહિતની સમગ્ર ટીમ સતત દોડી રહી છે રાજકોટ લોહાણા મહાજનના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાયેલ શ્રી રામકથામાં શ્રી રામભકતોરૂપે સતત ચોથા દિવસે પણ રીતસર જનસૈલાબ ઉમટયો હતો.સૌ કોઇએ શાંતચિતે મુખ્ય વકતા પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઇ પંડયાની અમૃતવાણીનો કથા વિરામ સુધી લ્હાવો લીધો હતો. શ્રી રામકથાનું શ્રવણ કરવા માટે ગુજરાત રાજયના યુવા અને કાર્યદક્ષ ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી ગઇકાલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ શ્રી રામકથાના શ્રવણ બાદ પૂજ્ય ગુરૂજીશ્રી ભૂપેન્દ્રભાઇ પંડયાના પણ આશીર્વાદ લીધા હતા. રાજકોટ લોહાણા મહાજનના સામાજીક, સેવાકીય અને અસામાન્ય કાર્યની ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીએ સરાહના કરી હતી. ગૃહમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવી ઉપરાંત રાજકોટના ધારાસભ્ય અને રાજયમંત્રીશ્રી અરવિંદભાઇ રૈયાણી, સંસદસભ્યશ્રી મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્યશ્રી ગોવિંદભાઇ પટેલ, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ શ્રી કમલેશભાઇ મીરાણી, મેયર શ્રી પ્રદિપભાઇ ડવ, મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના પૂર્વ ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી, કોર્પોરેટરો મનિષભાઇ રાડીયા, દક્ષાબેન વસાણી, નયનાબેન પાંધી, ભાજપ અગ્રણી દિનેશભાઇ કારીયા, અનિલભાઇ પારેખ પ્રસિધ્ધ હાસ્ય કલાકાર શ્રી સાંઇરામ દવે, ભાજપ અગ્રણી વિક્રમભાઇ પૂજારા, યતિશ્રી બ્રહ્મદેવ મહારાજ (જય ગીરનારી માનવ સેવા-ગૌ સેવા આશ્રમ ટ્રસ્ટ), રાજકોટ સંકિર્તન મંદિરના સંતશ્રી વિગેરે મહાનુભાવોએ પવિત્ર અને અલૌકિક શ્રી રામકથાનું શ્રવણ કરીને પૂણ્યનું ભાથું બાંધ્યું હતું. કથા વિરામ-પ્રસાદ બાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમમાં સુપ્રસિધ્ધ કટાર લેખક અને વકતાશ્રી જવલંતભાઇ છાંયાએ પોતાની આગવી શૈલીમાં રઘુકુળ અને શ્રી રામકથાનું મહત્વ સમજાવ્યું હતું. ત્યારબાદ વિખ્યાત શો ડીઝાઇનર અને થીયેટર પર્સનાલિટીથી વિરલ રાચ્છ પણ હજ્જારો શ્રોતાઓમાં પોતાની વાણી દ્વારા ભારે આકર્ષણ જગાવ્યું હતું. શિક્ષણવિદ્દ, સાહિત્યકાર અને વિશ્વ વિખ્યાત શ્રી સાંઇરામ દવેએ સમગ્ર ડોમ તથા પ્રસાદ ઘરના કાઉન્ટર સુધી બેઠેલા હજ્જારો શ્રોતાઓમાં રીતસર હાસ્યનું વાવાઝોડુ સર્જી દીધુ હતું. કથાવિરામ બાદ હજ્જારો રામભકતો શ્રોતાઓએ શિસ્તબધ્ધ રીતે પંગતમાં બેસીને પ્રસાદ લઇને સોનામાં સુગંધ ભેળવી દીધી હતી. ચિક્કાર મેદની હોવા છતાં પણ કયાંય અવ્યવસ્થા નજરે પડતી ન હતી. શ્રી રામકથાના સ્વયંસેવકો પણ કાબિલેદાદ વ્યવસ્થા જાળવી રહ્યા છે. શ્રી રામકથાના સતત ચોથા દિવસે પણ કથાનો ડોમ અને શ્રી રામરોટી મહાપ્રસાદ ઘર હાઉસફુલ થઇ ગયું હતું. શ્રી રામકથાના મુખ્ય વકતા પૂજ્ય શ્રી ભુપેન્દ્રભાઇ પંડયાની અમૃતવાણી શ્રોતાઓને સતત જકડી રાખે છે. શ્રી રામકથામાં ચોથા દિવસે યોજાયેલ સીતા-રામ વિવાહમાં રામજી ભગવાનના માતા-પિતા તરીકે શ્રી રામકથાના મુખ્ય દાતા પરિવાર શ્રી સતીષભાઇ જયંતીભાઇ કુંડલીયા તથા રીટાબેન સતીષભાઇ કુંડલીયાબીરાજયા હતા તેમજ સીતાજીના માતા-પિતા તરીકે મહાજન મંત્રી રીટાબેન કોટક તથા ભુપેન્દ્રભાઇ કોટક બિરાજયા હતા સીતા સ્વયંવર દ્વારા કલાકારોએ નૃત્ય નાટિકા રજુ કરેલ જેનું સંકલન ડો. ભાવનાબેન શીંગાળાએ કર્યુ હતું.
Trending
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો
- આ ચમત્કારિક પાનનું પાણી દરરોજ પીઓ, તમારા ચહેરા પરની કરચલીઓ ઓછી થવા લાગશે!
- આજનું પંચાંગ 19 જાન્યુઆરી 2025 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકી જશે,વાંચો આજનું રાશિફળ