ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર અને રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર અને શિવાજી મહારાજ પ્રસિધ્ધ્ પ્રતિષ્ઠાન દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત છત્રપતિ શિવાજી મહારાજના જીવનકવન આધારિત જાણતા રાજા મહાનાટ્યનું આયોજન રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે કરવામાં આવશે.આ મહાનાટ્ય સમારોહના અધ્યક્ષસ્થાને નવસારીના સંસદસભ્ય સી.આર.પાટીલ રહેશે. તેમજ મંત્રીઓ સર્વે જીતુભાઈ વાઘાણી, હર્ષભાઈ સંઘવી, અરવીંદભાઈ રૈયાણી તથા ભૂતપુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહેશે. અતિથી વિશેષ તરીકે મેયર ડો. પ્રદિપભાઈ ડવ, જિલ્લા પંચાયતના પ્રમુખ ભૂપતભાઈ બોદર, સાંસદો સર્વે મોહનભાઈ કુંડારીયા, રમેશભાઈ ધડુક, રામભાઈ મોકરીયા તથા ધારાસભ્યો સર્વે ગોવિંદભાઈ પટેલ, જયેશભાઈ રાદડીયા, કુંવરજીભાઈ બાવળીયા, લાખાભાઈ સાગઠીયા, ગીતાબા જાડેજા, લલીતભાઈ વસોયા, જાવેદ પીરઝાદા મોહમ્મદ, લલીત કગથરા, ઋત્વિકભાઈ મકવાણા ઉપસ્થિત રહેશે.અત્રે ઉલ્લેખનિય છે કે જાણતા રાજા એ સમગ્ર એશિયાનું સૌથી મોટુ જીવંત રીતે ભજવાતું મહાનાટ્ય છે. અત્યાર સુધીમાં આ નાટ્યના 1000થી વધુ શો સમગ્ર ભારતમાં ભજવવામાં આવ્યા છે. આ નાટકમાં કુલ 300 જેટલા કલાકારો ભાગ લેનાર છે. જેમાંથી 125 કલાકારોને રાજકોટના છે અને મહારાષ્ટ્રના 125 કલાકારો ભાગ લેનાર છે. આ મહાનાટ્યમાં મનુષ્યો સિવાય જીવંત કલાકારોમાં 1 હાથી, 6 ઘોડા, 4 ઉંટ અને 1 બળદગાડાનો સમાવેશ થાય છે.જાણતા રાજા મહાનાટ્ય અંદાજિત 5000 લોકો એક સાથે જોઈ શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે તેમજ 4 એલ.ઈ.ડી સ્ક્રિનની સુવિધા પણ કરવામાં આવી છે. આ મહાનાટ્ય જોવા આવનાર પ્રજાજનો માટે વાહન પાર્કિંગની વ્યવસ્થા સુવિધા રમેશ પારેખ ઓપન એર થિયેટર નજીક કરવામાં આવી છે. વી.વી.આઈ.પી અને વી.આઈ.પી માટેની એન્ટ્રી અનુક્રમે ફનવર્લ્ડ ગેટ તથા પોલીસ હેડક્વાટર ગેટ પાસેથી રહેશે તેમજ પ્રજાજનોની એન્ટ્રી એરપોર્ટ રોડની સામેના ગેટ ઉપરથી રહેશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું