ગુજરાતની સાથોસાથ રાજકોટ જિલ્લામાં પણ કોરોનાના કેસ ધીમે ધીમે વધી રહ્યા છે. આથી સ્કૂલોમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ. કૈલાએ તમામ સ્કૂલમાં વિદ્યાર્થીઓએ ફરજિયાત માસ્ક પહેરીને આવવું તેવી સૂચના આપી છે. તેમજ બીમાર બાળકોને વાલીઓ સ્કૂલે ન મોકલે તે માટે સ્કૂલોને તાકીદ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, રાજકોટમાં છેલ્લા પાંચ દિવસમાં 33 કેસ નોંધાયા છે. જેમાં બુધવારે 10, ગુરૂવારે 12, શુક્રવારે 5, શનિવારે 3 અને રવિવારે 3 કેસ નોંધાયા છે. રાજકોટમાં છેલ્લા 5 દિવસમાં 33 કેસ નોંધાયા, સ્કૂલોને પણ SOPનું પાલન કરવા સૂચના બી.એસ. કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ સમગ્ર ગુજરાત અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસની સંખ્યા ધીમે ધીમે વધી રહી છે. આથી વિદ્યાર્થીઓની સલામતિને ધ્યાનમાં લઇને રાજકોટ જિલ્લાની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાર્થીઓ ફરજિયાત માસ્ક પહેરીને આવે તેવી સૂચના આપવામાં આવી છે. તેમજ સરકારની ગાઇડલાઇનનું સ્કૂલો પણ પાલન કરે તેવી સૂચના આપવામાં આવી છે. ઉપરાંત વાલીઓ પણ બીમાર હોય તેવા બાળકોને સ્કૂલે ન મોકલે તે પ્રકારની સૂચના આપવામાં આવી છે. કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, સ્કૂલોએ સેનિટાઇઝેન, સોશિયલ ડિસ્ટન્સ સહિતનું પાલન કરવાનું રહેશે. કોરોના કેસ ઘટતા લોકો તેને હળવાશથી લેતા હતા. પરંતુ આ બાબત ગંભીરતાથી લેવા સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. અત્યારસુધીમાં એક પણ વિદ્યાર્થી કોરોના સંક્રમિત થયો નથી. 15થી 18 વર્ષના વિદ્યાર્થીઓની વેક્સિનેશનની કામગીરી ચાલુ જ છે. શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તો વાલીઓએ પોતાના સંતાનોને સ્કૂલ ન મોકલે તેવી જ સ્કૂલ તરફથી સૂચના આપવામાં આવે છે. કારણ કે, વિદ્યાર્થીમાં ક્યો રોગ છે અને તે ચેપી છે કે કેમ તે સ્કૂલે જલ્દીથી નક્કી ન થાય. આથી ઝડપથી સંક્રમણ વધે અને અન્ય વિદ્યાર્થીઓને નુકસાન થાય. આ વિદ્યાર્થીઓ બીમારીના સમયે સ્કૂલે ન આવે એવી સૂચના આપવામાં આવી છે. કૈલાએ વધુમાં જણાવ્યું હતું કે, બીમાર વિદ્યાર્થીઓના વાલીઓએ નજીકના આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરાવી લેવાની પણ જાણ કરવામાં આવી છે. આરોગ્યની ટીમો સ્કૂલોમાં જાય જ છે, વિદ્યાર્થીઓની આરોગ્ય ચકાસણી દર વર્ષે નિયમિત થતી જ હોય છે. પરંતુ કોરોનાકાળમાં ગત વર્ષે સઘન ચકાસણી કરી હતી તે આ વખતે પણ કરવામાં આવશે. સામાન્ય રીતે આરોગ્ય છે એ બાળકોની તંદુરસ્તી અને જીવન આ બન્ને ખૂબ અગત્યની બાબત છે. પરંતુ કોઈ સ્કૂલ આ અંગે બેદરકારી રાખશે તો એ ચલાવી લઈશું નહીં. કોઈ સ્કૂલમાં કેસ આવશે તો અમે તેની સામે તાકીદે કાર્યવાહી કરીશું.
Trending
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા
- મૌની અમાવસ્યા પર ક્યારે સ્નાન કરવું અને દાન કરવું? શુભ મુહૂર્ત જાણો