જિલ્લા કલેકટર તંત્ર દ્વારા જન્માષ્ટમી નિમિત્તે આગામી તારીખ ૧૭ થી ૨૧ ઓગસ્ટના રેસકોર્સના મેદાનમાં યોજાનારા લોકમેળામા સ્ટોલ અને પ્લોટ ભાડે મેળવવા માટે ફોર્મનું વિતરણ અને ભરાયેલા ફોર્મ પરત સ્વીકારવાની પ્રક્રિયા છેલ્લા ઘણા દિવસથી ચાલી રહી છે. આજે રાજકોટના જન્માષ્ટમીના લોકમેળા માટે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના હસ્તે, આજરોજ કમ્પ્યુટરાઇઝ્ડ સોફ્ટવેરના માધ્યમથી ડ્રો કરીને ૨૪૪ સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. મેળા માટે પાંચ કેટેગરીમાં ૧૭૪૯ અરજીઓ આવી હતી. જેની સામે ૨૪૪ સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે, તેમ જાહેર કરાયું હતું. રાજકોટ લોકમેળા અમલીકરણ સમિતિના અધ્યક્ષ અને પ્રાંત અધિકારીની કચેરી ખાતે, કમ્પ્યુટરાઇઝ સોફ્ટવેરના માધ્યમથી સ્ટોલ્સની ફાળવણી માટેના ડ્રોનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકમેળા સમિતિના અધ્યક્ષ જિલ્લા કલેક્ટરશ્રી અરુણ મહેશ બાબુ, નિવાસી અધિક કલેક્ટરશ્રી કેતન ઠક્કર, પ્રાંત અધિકારી કે.જી. ચૌધરી, પ્રાંત અધિકારી ડો. સંદીપ વર્મા, ગ્રામીણ પ્રાંત અધિકારી વિરેન્દ્ર દેસાઈ સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ-કર્મચારીઓ, સ્ટોલ્સ માટે અરજી કરનારા અરજદારો, પત્રકારો વગેરેની હાજરીમાં કમ્પ્યુટરાઈઝ સોફ્ટવેરથી ડ્રો કરવામાં આવ્યો હતો. લોકમેળામાં પાંચ કેટેગરીમાં સ્ટોલ્સની ફાળવણી કરવામાં આવી છે. સૌથી વધુ ૧૫૬૩ અરજીઓ રમકડાં માટેની બી-કેટેગરીમાં આવી હતી. જેમાં ૧૭૮ સ્ટોલ્સ ફાળવાયા છે. નાની ખાણીપીણી માટેની સી-કેટેગરીમાં ૭૭ અરજીઓ સામે ૧૪ સ્ટોલ્સ ફાળવાયા છે. મધ્યમ ચકરડી માટેની જે-કેટેગરીમાં ૪૮ અરજીઓ સામે ચાર સ્ટોલ્સ ફાળવાયા છે. નાની ચકરડી માટેની કે-કેટેગરીમાં ૩૯ અરજીઓ સામે ૨૮ સ્ટોલ્સ ફાળવાયા છે. જ્યારે નાની ચકરડી 2-2 માટેની કે-કેટેગરીમાં ૨૨ અરજીઓ સામે ૨૦ સ્ટોલ્સ ફાળવાયા છે. ડ્રો પૂર્વે જિલ્લા કલેક્ટરએ લોકમેળા અમલીકરણ સમિતિ પાસેથી મેળાના આયોજન, સ્ટોલ્સ ફાળવણી સહિતની વિગતો જાણીને સમીક્ષા કરી હતી, તેમજ લોકો લોકમેળાનો આનંદ માણી શકે તે માટે સુચારુ વ્યવસ્થા ગોઠવવા વહીવટી તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. આ તકે કલેક્ટરએ જણાવ્યું હતું કે, કેન્દ્ર તથા રાજ્ય સરકારના સ્ટોલ્સની ફાળવણી હવે પછી થશે. જ્યારે મોટી યાંત્રિક રાઇડ્સ માટે આવતીકાલે હરરાજી કરવામાં આવશે. લોકમેળાના નામકરણ અંગે તેમણે કહ્યું હતું કે, નામ બાબતે ગઈકાલ સુધીમાં ૭૦૦થી વધુ અરજીઓ આવી છે. જેની ચકાસણી ચાલી રહી છે. સંપૂર્ણપણે લોકભાગીદારીથી અને લોકોનો અભિપ્રાય લઈને મેળાનું નામ રખાશે.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું