ઉપલેટા શહેરના મો.લા. પટેલ નગર સામે વૃંદાવન ધામમાં દાસી જીવણ સત્સંગ મંડળ અને પોરબંદર મત વિસ્તારના સાંસદ સભ્ય રમેશભાઈ ધડુક દ્વારા જીજ્ઞેશદાદા ની ભાગવત સપ્તાહમાં તા. 29 મેં રવિવારના રોજ ૠક્ષ્મણી વિવાહનું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું જેમાં યા પક્ષે આ કથાના મનોરથીઓ હતા જયારે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રાણીબેન તથા દાનભાઇ ચંદ્રવાડીયા તથા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઇ ચંદ્રવાડીયા તથા ચંન્દ્રવાડીયા પરિવાર જોડાયો હતો જેમાં તેમના નિવાસ્થાન ડોબરીયા શેરી ખાતેથી 5000 થી વધુ જાનૈયા સાથેની યાદવકુળની એક જાડેરી જાન નિકળેલ હતી જેમાં આહિર સમાજના તેમજ અન્ય સમાજના ભાઇ-બહેનોએ આહીર સમાજનો પરંપરાગત પોશાકો, સોનાના ઘરેણા પહેરી જાનમાં જોડાયા હતા. ઉપલેટાના ઇતિહાસમાં ક્યારેય પણ ન નીકળી હોય તેવી આ ઐતિહાસીક જાનમાં શણગારેલ હાથી, અશ્વો, બગીઓ, શણગારેલ બળદ ગાડાઓ, ખુલ્લી જીપો, ટ્રેક્ટર સહિતના વાહનોના વિશાળ કાફલો ડીજે તેમજ ઢોલ નગારા, બેન્ડવાજાના તાલે આ જાન ઉપલેટા શહેરના રાજમાર્ગે ઉપર થઇ કથાના સ્થળે પહોંચેલ તે દરમ્યાન રસ્તાઓ ઉપર ઠેર-ઠેર આ જાડેરી જાન ને જોવા માટે અને તેમાં જોડાવા માટે લોકોના ટોળા ઉમટી પડયા હતા ત્યારે આજના યુગના બાળકો અને મોટા શહેરમાં રહેતા લોકો માટે વર્ષો પહેલા જે રીતે જાન જોડવામાં આવતી તેમાં કરવામાં આવતા શણગારો અને આયોજનો જોવા માટે આકર્ષણ માટેનું કેન્દ્ર બન્યું હતું જેમાં કથા સ્થળે જાન પહોંચતા ધંયાપક્ષના રમેશભાઇ ધડુક, હકુભા વાળા, રવિભાઇ માકડીયા, વિપુલભાઇ ઠેસીયા રાહીતના પરિવાર દ્વારા જાનનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હતુ અને બહેનોએ ચોકે-ચોકે અને કથાના સ્થળે રાસ ગરબાની રમઝટ બોલાવી હતી તેમજ કર્મકાંડી બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોકત વિધીથી લગ્નની વિધી કરવામાં આવેલ હતી.કથાકાર જીજ્ઞેશ દાદા પણ બોલી ઉઠ્યા કે આવી જાડેરી જાન વર્ષો બાદ જોવા મળી તે બદલ દાનભાઈ અને નિકુલભાઈ ચંદ્રવાડિયા ની મહેનત રંગ લાવી છે ઉપલેટામાં યોજાયેલ આ કથામાં આસપાસના પંથકના અનેકો નામાંકીત આગેવાનો, સંતો, મહંતો પધારેલા હોઈ જેમાં મુખ્યત્વે ભવનાથ જુનાગઢ રૂદ્રેશ્વર જાગીરના મહંત પૂ. ઇન્દ્રભારતીબાપુ, ઢાંકના ખ્યાતનામ ગણેશ મંદિરના મહંત પૂ. ભરતગીરીબાપુ, સુપેડી મુરલીમનોહર મંદિરના મહંત રવિદાસબાપુ, નગર પતિ મયુરભાઈ સુવા, છગનભાઈ સોજીત્રા, ગોપાલભાઈ ઝાલાવડીયા, રણુભા જાડેજા, નરેન્દ્રભાઈ સુવા (માસ્તર), અમિતભાઈ શેઠ, ધરણાંતભાઈ સુવા, હરિભાઈ ઠુંમર, જગદીશભાઈ ગણાત્રા, જમનભાઈ ગજ્જર, કિરીટભાઈ પાદરીયા, રમણીકભાઈ લાડાણી, દિપકભાઈ સુવા, ભાવેશભાઇ સુવા, ભેડા સાહેબ, અશોકભાઈ શેઠ, પરાગભાઈ શાહ સહીત જુદી-જુદી જ્ઞાતીના આગેવાનો, અગ્રહીઓ, ઉદ્યોગપતીઓ, રાજનેતાઓ, અધિકારીઓ વિગેરે પધારતા તેમનું પોરબંદર સંસદ રમેશભાઇ ધડુક દ્વારા તેમજ તેમના બન્ને પુત્રો ડો. નિમેષભાઇ અને સાવનભાઇ અને પરિવાર દ્વારા ખેસ પહેરાવી ઉમળકા સાથે ભવ્ય સ્વાગત અને સન્માન કરવામાં આવેલ હતું ત્યારે બહારથી પધારેલા આગેવાનો દ્વારા પણ રમેશભાઇ તથા પરિવારનું શાલ ઓઢાળી સન્માન કરવામાં આવેલ હતું ત્યારે આ રૂક્ષ્મણી વિવાહમાં શહેરભરમાં અનેરા ઉત્સાહનું વાતાવરણ જોવા મળ્યું હતુ જેમાં બહેન દિકરીઓ સજી-ધજીને ચણીયાચોલી પહેરીને કથામાં પધારેલા હતા આ સાથે યુવાનો પણ પીળા ઝભ્ભા પહેરી આવેલા આશરે 10 હજારથી વધુની ભાઇ-બહેનોની ઐતિહાસીક વિશાળ હાજરી જોવા મળી. સાંસદ રમેશભાઈ ધડુકનું મામલતદાર મહાવદીયા દ્વારા સ્મૃતિચિત્ર આપી કરાયું સન્માન શહેરના આંગણે ધર્મમય પ્રસંગે યોજવા બદલ પોરબંદર મત વિસ્તારના સાંસદ ધર્મપ્રેમી સાંસદ રમેશભાઈ ધડુકનું મામલતદાર જી.એમ. મહાવદીયા દ્વારા ભાગવત દાશી જીવણનું સ્મૃતિ ચિત્ર આપી શાલ ઓઢાડી અદકેરૂ સન્માન કર્યું હતુ. આ તકેમામલતદાર કચેરીના નાયબ મામલતદાર રામભાઈ કંડોરીયા, તલાટીમંત્રી મહેશ કરંગીયા તેમજ ભગીભાઈ પણ જોડાયા હતા.
Trending
- પાકિસ્તાનનું ગ્વાદર એરપોર્ટ ઉજ્જડ, ચીને તેને બનાવવા માટે અબજોનું રોકાણ કર્યું
- લખનૌમા ફેક્ટરીમાં ભીષણ આગ લાગી, 7 ફાયર એન્જિન દ્વારા આગ ઓલાવવામાં આવી
- આંગણવાડી ભરતીમાં ભ્રષ્ટાચાર, યોગીના મંત્રીએ પોતે પત્ર લખીને સત્યનો પર્દાફાશ કર્યો
- આ ૫૪ વર્ષમાં પહેલી વાર બન્યું,બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે સીધો વેપાર થતા ભારત પર અસર
- પ્રયાગરાજ મહાકુંભમાં ન્યાયિક તપાસ પંચ પહોંચ્યું, મૌની અમાવસ્યા પર થયેલી ભાગદોડનું સત્ય જાણશે
- તેલંગાણા ટનલ અકસ્માત પર મંત્રીએ ખરાબ સમાચાર આપ્યા, અંદરથી કોઈ અવાજ નથી આવતો
- 32 ધારાસભ્યો AAP છોડવા માંગે છે, કોંગ્રેસના દાવાથી પંજાબમાં હંગામો મચ્યો
- આમિર ખાનનો ડ્રીમ પ્રોજેક્ટ મહાભારત પરની ફિલ્મ છે, પાત્ર ભજવવા પર તેણે આ વાત કહી