માધવપુરનો માંડવો ને યાદવ કુળની જાન ભગવાન શ્રી કૃષ્ણ રુક્ષ્મણી ને પરણવા માટે હાથીની અંબાડી પરબેસીને એક કિલોમીટર લાંબી જાન લઈને નગરયાત્રાએ નીકળ્યા હતા. ઉપલેટા શહેરના મો.લા. નગર સામે આવેલા વૃંદાવન ધામ ખાતે પોરબંદર લોકસભાના લોકપ્રિય સાંસદ રમેશભાઈ ધડુક આયોજિત શ્રી દાસી જીવણ સત્સંગમંડળ સંચાલિત ચાલી રહેલ જીગ્નેશ દાદાની ભાગવત સપ્તાહમાં રૂક્ષ્મણી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. જે સંદર્ભે ભગવાન શ્રીકૃષ્ણની જાડેરી જાન લઈને આવવાનું સૌભાગ્ય ઉપલેટા નગરપાલિકાનાપૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયાને પ્રાપ્ત થયું હતું.દાનાભાઈ ચંદ્રવાડીયાના ડોબરીયા શેરીના દાસાપંથી વાડી સામેના નિવાસ સ્થાનેથી રાત્રે 9.30 કલાકે ભવ્યાતિભવ્ય ડીજેના તાલે, રાસ રમતા નાચગાનસાથે ઉપલેટા તેમજ આસપાસના તાલુકાઓમાં સૌ પ્રથમ વખત આ ભગવાન શ્રીકૃષ્ણની રુક્ષ્મણીને પરણવા જવા માટે જાડેરી જાન નીકળી હતી. આહિર સમાજના મહિલાઓ અને પુરૂષો તેમજ યુવક અને યુવતીઓ તથા નાના બાળકો પરંપરાગત પોશાક પહેરીને જાનની શોભા વધારી હતી. ભગવાન શ્રીકૃષ્ણ હાથીની અંબાડી પર બેસીને નગર યાત્રાએ નીકળ્યા આ જાનમાં હાથીની અંબાડી પર ભગવાન શ્રીકૃષ્ણ બેસીને રુક્ષ્મણીને પરણવા માટે જાન લઈને નીકળ્યા હતા, સાથે જાનની શોભા વધારતી બગીઓ, ઘોડાઓ, બળદ ગાડા, બુલેટસવારો, લાઇટિંગ વાળી છત્રીઓ, ઢોલક વૃંદો, ખુલ્લી જીપો વગેરે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. ઉપલેટાના ઇતિહાસની સૌપ્રથમ વખત નીકળેલી ભવ્ય ભગવાન શ્રીકૃષ્ણને જાનમાં મોટી સંખ્યામાં જોડાવા બદલનગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા, શિક્ષણ સમિતિના ચેરમેન તથા માર્કેટીંગ યાર્ડના ડીરેકટર નિકુલભાઇ ચંદ્રવાડીયા, મેણસીભાઈ ચંદ્રવાડીયા તથા પાર્થરાજ ચંદ્રવાડીયાએ સમસ્ત આહિરસમાજની સાથે સૌ નગરજનોનો હૃદય પૂર્વકનો આભાર માન્યો હતો.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો