રણછોડજી મંદિર ડાકોરમાં ધુળેટી પર્વના દિને દર્શનના સમયમાં કરાયો ફેરફાર
Shantishram News l શાંતિશ્રમ ન્યૂઝ l
સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના દિવસે ધુળેટી પર્વ નિમિત્તે મેળો ભરાશે. ફાગણી પુનમે હજારો શ્રદ્ધાળુઓ ડાકોર રણછોડજીના દર્શન કરવા માટે પહોંચે છે. ત્યારે આ વર્ષે ફાગણી પૂનમના મેળાને લઈને સરકાર દ્વારા આગોતરું પ્લાનિંગ કરી દેવાયું છે.
ત્રણ દિવસના આ મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. સાથે જ આ વર્ષે આવનારા શ્રદ્ધાળુઓને સરળતાથી દર્શન થાય તે માટે ટેમ્પલ કમિટી ડાકોર દ્વારા દર્શનનો સમય પણ વધારવામાં આવ્યો છે.
ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ફાગણી પૂનમને લઈ દર્શનનું સમયપત્રક બહાર પાડવામાં આવ્યું છે.
મંદિર કમિટી દ્વારા તારીખ 6, 7 અને 8 માર્ચનું મંદિરનું શિડ્યુલ જાહેર કરાયું છે. જેમાં 8 માર્ચના રોજ ડોલોત્સવ ઊજવાશે.
તા, 6 માર્ચના દિને ડાકોરમાં ઠાકોરજીનું મંદિર વહેલી સવારે 4:45 વાગે નિજમંદિર ખુલશે. 5 વાગે મંગળા આરતી થશે. 5 વાગ્યાથી 8 વાગ્યાં સુધી દર્શન ખુલ્લા રહેશે, 8:00 થી 8:30 સુધી દર્શન બંધ રહેશે 8:30 વાગે દર્શન ખુલી 1:00 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે, 1:00 થી 1:30 દર્શન બંધ રહેશે બપોરે 1:30 થી 2:30 સુધી દર્શન ખુલ્લા રહેશે. 3:30 મંદિર ખુલી 3:45 વાગે આરતી થશે, જે દર્શન 5:30 વાગ્યાં સુધી ખુલ્લા રહેશે 5:30 થી 5:45 બંધ રહેશે 5:45 વાગે દર્શન ખુલી રાત્રે 8:00 સુધી ખુલ્લા અને અંતે 8:45 વાગે મંદિર બંધ થશે
જ્યારે તારીખ 7 માર્ચ, મંગળવારના રોજ વહેલી સવારે 3:45 વાગે મંદિર ખુલી 4:00 મંગળા આરતી થશે જે દર્શન 7:30 સુધી ખુલ્લા રહેશે, 7:30 થી 8:00 સુધી દર્શન બંધ રહેશે, 8:00 દર્શન ખુલી 2:30 સુધી ખુલ્લા રહેશે, 2:30 થી 3:00 સુધી દર્શન બંધ રહેશે, બપોરે 3:00 થી 5:30 સુધી દર્શન ખુલ્લા રહેશે, 5:30 થી 6:00 સુધી દર્શન બંધ રહેશે. 6:00 થી 8:00 સુધી દર્શન ખુલ્લા રહેશે. 8:15 ખુલી ભગવાન અનુકૂળતાએ પોઢી જશે.
ડાકોરના રણછોડજીના મંદિરમાં તારીખ 8 માર્ચ, બુધવારના રોજ વહેલી સવારે 5:00 વાગે મંદિર ખુલી 5:15 વાગે મંગળા આરતી થશે, 5:15 થી 8 30 સુધી દર્શન ખુલ્લા રહેશે, 8:30 થી 9:00 વાગ્યા સુધી દર્શન બંધ રહેશે, 9:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ભગવાન ફુલડોરમાં બિરાજ છે દર્શન ખુલ્લા રહેશે, બપોરે 1:00 વાગ્યાથી 2:00 વાગ્યા સુધી દર્શન ખુલ્લા રહેશે. 2:00 થી 3:30 સુધી દર્શન બંધ રહેશે. 3:30 થી 4:00સુધી દર્શન ખુલ્લા રહેશે. 4:30 થી 5:00 સુધી દર્શન બંધ રહેશે. સાંજે 5:00 વાગે નિજ મંદિર ખોલી 5:15 વાગે આરતી થઈ નિત્યક્રમ અનુસાર પોઢી જશે
હોળીના બીજા દિવસે અથવા જ્યારે પણ ઉત્તરા ફાગુની નક્ષત્ર હોય ત્યારે પ્રભુને ડોલ ઝૂલાવવાનો ઉત્સવ થાય છે. આ ઉત્સવને ડોલોત્સવ કહેવાય છે. આ ઉત્સવની ભાવના એવી છે કે યશોદાજી વાત્સલ્યભાવથી પોતાના લાલાને ઝુલાવવા અને ખેલવવા માટે, કુમારિકાઓ પાસે પત્ર – પુષ્પથી સજાવીને ડોલ સિધ્ધ કરાવે છે.
Dhuleti Parva day Darshan time in Ranchhodji Temple Dakor
Please Like & Subscribe Our website & Facebook Page for the Latest News update Facebook Page https://www.facebook.com/ShantishramN…
Website http://www.shantishram.com/
YouTube https://youtube.com/channel/UCJiM51UQ…
Shantishram News, Gujarat