યોગ ક્ષેત્રે રાભડા ( લાઠી ) ગામને રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગ કોચ જયદિપ ભાઈ ચૌહાણે ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું મેડલ પ્રાપ્ત કર્યો. અમરેલી જીલ્લાના લાઠી તાલુકાના રાભડા ગામના ૨૭ વર્ષીય ઉર્જાવાન યોગ કોચ જયદીપ ભાઈ ચૌહાણે યોગ ક્ષેત્રે સતત કાર્યશીલ રહીને લોકોને યોગ તરફ વાળીને જાગૃત કરી કરો યોગ રહો મસ્તના સૂત્રને સાર્થકતા અપાવી ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ માનનીય શ્રી હિમાંશુભાઈ પંડ્યા સાહેબ,ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન યોગસેવક શીશપાલ સર અને યુનિવર્સિટીના પ્રિન્સિપાલો ની હાજરીમાં જયદિપ ભાઈ ચૌહાણને ઈંડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ નું સર્ટિફિકેટ,મેડલ અને ઓળખકાર્ડ આપવામા આવતા માત્ર એક હજારની વસ્તી ધરાવતા રાભડા ગામને ગૌરવ અપાવતા ઉર્જાવાન યોગકોચ જયદિપ ભાઈને ભારત ભરમાથી અભિનંદન મળી રહ્યા છે
. આ ગૌરવવંતી ક્ષણો થી યોગ ક્ષેત્રે વધુ કાર્યરત રહીને વધુને વધુ લોકોને યોગમય બનાવવા દ્રઢ સંકલ્પ કરેલ છે. આજે અમરેલી જીલ્લાના યોગવિરો એ અને તેમના માતા – પિતાએ પણ આ ઐતિહાસિક સ્થાન પ્રાપ્ત કરવા બદલ જયદિપ ભાઈને આશીર્વાદ આપ્યા છે.