મ્યુકરમાઇકોસિસના ઇન્જેક્શનની અછત:સમયસર કોર્સ પૂરા ન થતા દર્દીઓને હેરાનગતિ:
મ્યુકરમાઈકોસિસના કેસ રાજકોટમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે.
રાજકોટમાંથી ઈન્જેક્શન નહિ મળતા લોકો 800 કિમી દૂર બીજા રાજ્યમાં જાય છે.
આ ઈન્જેક્શન 2 થી 6 ડિગ્રીમાં જ સારા રહેતા હોવાથી તેને સતત આઈસબોક્સમાં રાખવા પડે છે.
જ્યારે બીજી તરફ રાજકોટમાંથી ઈન્જેક્શનની વાએલ પૂરતા પ્રમાણમાં નહીં મળવાથી દર્દી હેરાન થાય છે,
તો તેના સ્વજનો ઈન્જેક્શન મેળવવા માટે હેરાન થાય છે.
જ્યારે કેટલાક કિસ્સામાં દર્દીનું ઓપરેશન થઈ જાય છે
પરંતુ તેને પૂરતા પ્રમાણમાં ઈન્જેક્શન નહિ મળવાથી દર્દીને ફંગસ વધતી જાય છે.
રાહુલભાઈ પટેલ, દર્દીના ભાઈ નું કહેવું -120 ઈન્જેકશન ની સામે માત્ર 84 ઈન્જેકશન જ મળ્યા.
મારા ભાઈને દાંતમાં દુખાવો થયો હતો.
ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ દુખાવામાં રાહત નહિ મળતા MIR કરાવ્યું.
જેમાં મ્યુકરમાઈકોસિસનું નિદાન થયું.
અમે જ્યારે હોસ્પિટલમાં ગયા ત્યારે પહેલેથી જ 40 લોકો વેઈટિંગમાં હતા.
ઓપરેશન કરાવી લીધું.
120 ઈન્જેક્શનનો કોર્સ ડોક્ટરે લખી આપ્યો છે.
રાજકોટમાં નહિ મળવાથી અમે બીજા રાજ્યમાં ગયા.
ત્યાંથી માત્ર 10 જ ઈન્જેક્શન મળ્યા.
12 દિવસથી હેરાન થાય છે.
ત્યારે માંડ 84 ઇન્જેક્શન મળ્યા છે.
ઈન્જેક્શન નહિ મળવાથી બે દિવસથી દર્દીને ઈન્જેક્શન આપી શકાયા નથી.
બીજા રાજ્યમાંથી ઈન્જેક્શન મગાવ્યા.
પહેલા વાયા ફ્લાઈટ મગાવવાનું નક્કી કર્યું,
પંરતુ જો ફ્લાઇટ મોડી પડે તો ઈન્જેક્શન બગડી જાય આથી બોલેરો ડિપ ફ્રીઝમાં લાવ્યા.
એક મહિલા દર્દી સારવાર માટે રાજકોટ આવ્યા છે.
આ મહિલાને મ્યુકરમાઈકોસિસનું નિદાન થયું ત્યાં સુધી બહું મોડું થઇ ચૂક્યું હતું
અને અસર મગજ સુધી પહોંચી ગઇ હતી.
તેની તબિયત ગંભીર બનતા તેને આઈસીયુમાં રાખવા પડ્યા.
હાલ આ મહિલા આઈસીયુની બહાર છે.
ઓપરેશન બાદ ઈન્જેક્શન મળી રહે તે માટે તેના પરિવારજનો દરેક મેડિકલમાં ફરી વળ્યા.
આ સિવાય અન્ય શહેરમાં પણ તપાસ કરી આમ છતાં તેને ઈન્જેક્શન મળ્યા નથી.
મગજ સુધી અસર થઈ જવાથી મહિલાને શરીરના અડધા ભાગમાં પેરેલિસિસની અસર થઇ ગઇ છે.
ઈન્જેક્શન મેળવવા માટે તેના પરિવારજનો હજુ હેરાન થઈજ રહ્યા છે.
વધુ વાંચો
ભારત માટે આવનારા 6-12 મહિના અત્યંત મહત્વપૂર્ણ, યોગ્ય પગલાં ન લેવાયા તો મુશ્કેલીઓનો કરવો પડશે સામનો
WHO એ આપી ચેતાવણી: WHO એ અમીર દેશોને કરી અપીલ, અત્યારે બાળકોને ન લગાવો કોરોના વેક્સીન.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268