ભરૂચમાં કોવિડની સ્થિતિ દિવસે ને દિવસે ગંભીર બની રહી છે, ત્યારે નર્મદા નદીના કિનારે બનાવાયેલા કોરોના સ્મશાન એ છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના સૌથી વધુ 45 મૃત ને અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે.
કોરોનાની બીજી લહેર ઘાતકથી વધુ ઘાતક થઈ રહી છે, એમાં પણ ઔદ્યોગિક ભરૂચ જિલ્લામાં વધતો મૃત્યુઆંક ચિંતાનું કારણ બન્યો છે.
ભરૂચમાં નર્મદા નદીના કિનારે રાજ્યમાં સૌપ્રથમવાર સ્પેશિયલ કોરોના સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યા કોવિડ પ્રોટોકોલના આધારે અંતિમસંસ્કાર કરવામાં આવે છે.
કોવિડ સ્મશાનમાં છેલ્લા 24 કલાકમાં અત્યારસુધીના એક દિવસમાં સૌથી વધુ 45 મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા હતા. વહેલી સવારથી મોડી રાત સુધી ચિતા સળગી રહી હતી. અને મૃતકોનાં સ્વજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું હતું.
અત્યારસુધી કોરોના સ્મશાનમાં 1050 લોકોના અંતિમસંસ્કાર
ભરૂચ અને અંકલેશ્વરમાં માનવ વસાહતો નજીક સ્મશાનગૃહ આવેલા હોવાના કારણે ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીના કિનારે જુલાઈ 2020માં સ્પેશિયલ કોવિડ સ્મશાન બનાવવામાં આવ્યું હતું, જ્યાં અત્યાર સુધીમાં 1050 મૃતકોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા છે, જ્યારે તંત્રના ચોપડે કોવિડ થયેલાં મૃત્યુનો આંક 52 જ નોંધાયો છે; ત્યારે આંકડામાં મોટો ભેદ જોવા મળે છે.
ઉત્તર ગુજરાત યુનિર્વસિટી, પાટણ દ્વારા સ્નાતક-અનુસ્નાતક સેમ-1ની ઓનલાઇન પરીક્ષા લેવા નિર્ણય
ભાજપ સાંસદ સુબ્રહ્મણ્યમ સ્વામીએ મોત મામલે કર્યું હતું ટ્વીટ
કોરોનામાં થઈ રહેલાં મૃત્યુમાં દેશમાં સરકાર દ્વારા જારી કરવામાં આવી રહેલા સત્તાવાર આંકડા કરતાં કોરોના સ્મશાનમાં મૃતકોના થઈ રહેલા અંતિમસંસ્કાર અનેક ગણા વધુ હોવાની આંકડાકીય માહિતી સામે ભાજપના જ વરિષ્ઠ સાંસદે ટ્વીટ કરી આ સામે સરકારને સ્પષ્ટતા કરવા કે તેને નકારવા સવાલ ઉઠાવ્યો હતો. સુબ્રહ્મણ્યમ સ્વામીએ ટ્વીટમાં સરકાર પાસે કોવિડ થી મૃત્યુના સરકારી આંકડા અને સ્મશાનમાં આવતા મૃતદેહો અંગે સ્પષ્ટતા માગી હતી.