મેઘરજના મોટીપાંડુલીની યુવતીના હત્યારાઓ અને આ કેસમાં સંડોવાયેલા આરોપીઓને વહેલી તકે ઝડપી તેમને ફાંસીની સજા આપવામાં આવે તેવી મેઘરજના જાગૃતિ વિકાસ મંડળ ટ્રસ્ટના નેજા હેઠળ આદિવાસી સમાજની મહિલાઓએ આવેદન આપી કલેક્ટર અને જિલ્લા પોલીસવડાની કચેરીએ રજૂઆત કરી હતી.
આવેદનમાં જણાવ્યું છે કે મોટીપાંડુલીની મનીષાબેન ડેડુંણની હત્યા કરાઇ છે. જે વ્યક્તિઓ આ હત્યા કેસમાં સંડોવાયેલા છે તેમને ફાંસીની સજા આપવા વધુમાં સમાજમાં આવા અસમાજિક તત્વોને પકડીને તાત્કાલિક સજા કરવામાં નહીં આવે તો દિવસે ને વધુ બનાવ બનશે અને આ કેસના જે અપરાધીઓ છે તેમને તાત્કાલિક પકડી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરાઇ હતી.
જો તેમ નહીં કરાય તો અસમાજિક તત્વોને છૂટો દોર મળી મળી જશે. સરકાર દ્વારા આદિવાસી સમાજને યોગ્ય ન્યાય નહીં મળે તો સરકાર આ સમાજની વિરોધી છે. એવું સ્પષ્ટ થશે માટે નરાધમોની ધરપકડ કરી કાર્યવાહી કરવા વિનંતી કરાઈ છે.
અત્રે ઉલ્લેખનિય છે કે, મેઘરજના મોટી પંડુલીની યુવતી ગૂમ થઇ હતી જેને લઇને પોલિસ તપાસ હાથ ધરી હતી ત્યારે યુવતીની બેડજના જંગલમાંથી લાશ મળી આવતા મામલો ગરમાયો હતો અને પરિવારજનો લાશ લઇને કલેક્ટર કચેરી આવવા નિકળ્યા હતા, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી તેઓ ઉપવાસ પર બેસવાના છે, જેને લઇને પોલિસ પરિવારજનો સાથે વાટાઘાટ કરીને આખરે મૃતક યુવતીના અંતિમ સંસ્કાર કર્યા હતા અને પોલિસે આરોપીઓને ઝડપી પાડવા બાંયધરી આપી હતી