મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ નડાબેટની પ્રત્યક્ષ મૂલાકાત કરી, ટુરિઝમ ડેવલપમેન્ટના કુલ પ૫.૧૦ કરોડના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપ્યું:
Shantishram News, Diyodar , Gujarat
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ભારત Indai – Pakistan પાકિસ્તાન સરહદે અને બનાસકાંઠાના Banaskantha છેવાડાના વિસ્તાર નડાબેટ ખાતે ‘સીમાદર્શન’ અંતર્ગત પ્રવાસન વિભાગ દ્વારા Border tourism ટુરિઝમના હાથ ધરાઇ રહેલા વિવિધ પ્રવાસન વિકાસ કામોની નિરીક્ષણ મૂલાકાત Nadabet જઇને કરી હતી
પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઇ ચાવડા સાથે Chief Minister of Gujarat Shri Vijaybhai Rupani ગુરૂવારે સવારે નડાબેટ પહોચ્યા હતા અને નડેશ્વરી માતાના ભાવપૂર્વક દર્શન-પૂજન કરી તેમની મૂલાકાતનો પ્રારંભ કર્યો હતો.
સીમાદર્શનનો આ પ્રોજેકટ સમગ્રતયા અંદાજિત ૧૨૫ કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામી રહ્યો છે અને આગામી ૧૫ ઓગસ્ટ-ર૦૨૧ પહેલા પૂર્ણ થવાનો અંદાજ છે.
વધુ વાંચો: કેન્દ્ર સરકારે ખેડૂતો માટે DAP ખાતરની સબસીડી 500 રૂપિયાથી વધારી 1200 રૂપિયા કરી!!
આ પ્રોજેકટ અન્વયે ગુજરાત પ્રવાસન નિગમે Gujarat Tourism નડેશ્વરી માતાના મંદિર પાસે વિસામોની કામગીરી પૂર્ણ કરી છે. એટલું જ નહિ, નડેશ્વરી મંદિરથી સીમાદર્શન માટેના zero point સુધી જવાના માર્ગ પર ટી જંકશન પાસે વિવિધ યાત્રી સુવિધાના કામો અલગ-અલગ ચાર ફેઇઝમાં હાથ ધરાઇ રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ કામોમાં ફેઇઝ-૧ના કામો જે અંદાજે રૂ. ૨૩ કરોડના ખર્ચે પૂર્ણતાને આરે છે તે કામો અને યાત્રી સુવિધાઓનું સ્થળ નિરીક્ષણ કરી સંપૂર્ણ વિગતો મેળવી હતી
મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન મંત્રીશ્રી સાથે બીજા ફેઇઝના કુલ ૩૨ કરોડના ખર્ચે નિર્માણાધિન વિકાસ કામોનું પણ નિરીક્ષણ કર્યુ હતું
આ બીજા ફેઇઝના કામોમાં અજય પ્રહરી સ્મારક, પરેડ ગ્રાઉન્ડ, એકઝીબીશન સેન્ટર અને સરહદ સલામતીની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેઇટના કામો હાલ ચાલી રહ્યા છે.
મુખ્યમંત્રીશ્રીએ આ મૂલાકાત દરમ્યાન પ્રચાર માધ્યમો સાથેની વાતચીતમાં સ્પષ્ટપણે જણાવ્યું કે, નડાબેટ સીમાદર્શન કાર્યક્રમ બોર્ડર ટૂરિઝમ ક્ષેત્રે વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતને આગવું સ્થાન અપાવશે. એટલું જ નહિ, આ સ્થળની મૂલાકાતે આવનારા પ્રવાસીઓ આપણા સુરક્ષાબળોની જવાંમર્દી, રાષ્ટ્રપ્રેમ ભાવનાના ઇતિહાસથી ગૌરવાન્વિત થશે. પ્રવાસન પ્રવૃત્તિ વધતાં સ્થાનિક રોજગારીની તકોનું પણ સર્જન થશે એમ તેમણે ઉમેર્યુ હતું.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ર૦૧૬ના ડિસેમ્બર મહિનાના અંતિમ સપ્તાહમાં નડાબેટ ખાતેના આ બોર્ડર સિકયુરિટી ફોર્સના ઝીરો પોઇન્ટને સીમાદર્શન તરીકે ખૂલ્લો મૂકીને તેને બોર્ડર ટૂરિઝમની આગવી ઓળખ આપવાની પ્રતિબદ્ધતા દર્શાવી હતી
વધુ વાંચો: કચરા માંથી મળી જાય છે હીરા !!!સુરત શહેર અજાયબ છે અને તેની વાતો પણ અજ્બ ગજબની છે.
આ સીમાદર્શન કાર્યક્રમ અન્વયે રાજ્યના અને રાજ્ય બહારના પ્રવાસન પ્રેમીઓને નડાબેટ ઝીરો પોઇન્ટ ખાતે ભારતીય સીમા સુરક્ષા દળ દ્વારા આપણા દેશના સિમાડા સાચવવાની અને રક્ષા કરવાની રોમાંચક કામગીરી પ્રત્યક્ષ નિહાળવાની તક મળે છે.
ભારત-પાકિસ્તાન બોર્ડરની મૂલાકાત લઇને તેમજ સીમા સુરક્ષા દળ દ્વારા કરવામાં આવતી રિટ્રીટ સેરીમની નિહાળીને દેશભક્તિ-રાષ્ટ્રભાવનાની અનોખી ચેતના અહિ આવનારા પ્રત્યેક પ્રવાસીમાં ઊજાગર થાય તેવા શૌર્યસભર દૃશ્યો અહિં સર્જાય છે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ સમગ્ર સ્થાનને બોર્ડર ટૂરિઝમ તરીકે વિકસાવવા માટે પ્રવાસન વિભાગને પ્રેરિત કરતાં રાજ્ય સરકારના માર્ગ-મકાન વિભાગ, પ્રવાસન વિભાગ અને સીમાસુરક્ષા દળના સંકલનમાં આ પ્રવાસન સ્થાનનો બહુવિધ વિકાસ થઇ રહ્યો છે.
તદઅનુસાર ફેઇઝ-૧માં જે કામો હાથ ધરાયા છે તેમાં પ્રવાસીઓના આગમન માટેનો આગમન પ્લાઝા, પાર્કિંગ, ઓડિટોરિયમ રિટેઇનીંગ વોલ અને પીવાના પાણીની સુવિધા તેમજ ટોયલેટ બ્લોકસના કામો પૂર્ણ થઇ ગયા છે
નડેશ્વરી મંદિરની સીમાદર્શન માટેના ઝીરો પોઇન્ટ રૂટ ઉપર ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધી આ પ્રવાસન વિકાસ કામો ૪ ફેઇઝમાં હાથ ધરાવાના છે.
વધુ વાંચો: GTUએ માસ પ્રમોશન મેળવેલા વિદ્યાર્થીઓના પ્રવેશ માટે શરૂ કર્યું આગોતરૂ આયોજન
આ પ્રવાસન સ્થળને સૌર ઊર્જાથી પ્રકાશિત કરવા ૧૪ જેટલા સોલાર ટ્રી લગાવવાની કામગીરી પણ સીમાદર્શન-બોર્ડર ટૂરિઝમ પ્રોજેકટમાં હાથ ધરવામાં આવી છે.
સીમાદર્શન માટે આવનારા સૌ પ્રવાસીઓ આપણા સુરક્ષાદળો-સેનાની સજ્જતાથી ભલિભાંતિ પરિચિત થાય તે માટે ટી જંકશનથી ઝીરો પોઇન્ટ સુધીના માર્ગ પર પ્લેટફોર્મ બનાવીને સરફેસ ટુ સરફેસ મિસાઇલ, સરફેસ ટુ એર મિસાઇલ, T-55 ટેન્ક, આર્ટીલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેન્ક અને મિગ-27 એરફ્રાફટ ડિસપ્લે કરવામાં આવશે
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ બધી જ પ્રગતિ હેઠળની કામગીરીનું સ્થળ નિરીક્ષણ કરીને જરૂરી સૂચનો કર્યા હતા.
આ પ્રસંગે નડાબેટ ખાતે સાંસદ શ્રી પરબતભાઇ પટેલ Parbatbhai Patel , સાંસદ શ્રી દિનેશભાઇ અનાવડિયા Dineshbhai Anavadiya, ધારાસભ્ય શ્રી શશીકાંતભાઇ પંડ્યા Shashikant Pandya અને કિર્તીસિંહ વાઘેલા Kirtisinh Vaghela , પૂર્વ મંત્રી શ્રી શંકરભાઇ ચૌધરી Shankarbhai Chaudhary, પદાધિકારીઓ, પ્રવાસન નિગમના એમ.ડી. શ્રી જેનુ દેવન, આઇ.જી. બી.એસ.એફ. ગુજરાત ફ્રન્ટીયર શ્રી મલિક, જિલ્લા કલેકટર શ્રી આનંદ પટેલ Anand Patel, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દહિયા તેમજ અગ્રણીઓ જોડાયા હતા.