કોરોના સંક્રમણ સ્થિતિની સમીક્ષા અંગે નિયમિત મળતી કોર કમિટીની બેઠકમાં આ વેક્સીનેશન કેમ્પના આયોજનને મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ ના માર્ગદર્શનમાં આખરી ઓપ આપવામાં આવ્યો છે.કોરોના સામેની લડાઈમાં સુરક્ષિત થવા માટે વેક્સીન જ અમોધ શસ્ત્ર પુરવાર થયું છે. રાજ્યમાં નાના મોટા વેપારી વર્ગો સેવાકીય સંસ્થાના કર્મચારીઓને આ રસીકરણ છત્રમાં આવરી લઈ આરોગ્ય સુરક્ષા કવચ આપવા આગામી તા.૨૫ જુલાઈ, ૨૦૨૧ ને રવિવારના રોજ રાજયભરમાં ૧૮૦૦ જેટલા કેન્દ્રો પર ખાસ વેકિસનેશન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યું છે.
રાજ્યમાં વેપારી-હોટલ-સેવાકીય ક્ષેત્રના કર્મચારીઓને ગૃહ વિભાગના જાહેરનામા અનુસાર તારીખ 31 જુલાઈ સુધીમાં વેક્સીન લઇ લેવાની જરૂરિયાતને ધ્યાને લઇને વેપારી વર્ગ અને સેવાકિય વર્ગના કર્મચારીઓને તા 31 જુલાઈ સુધીમાં રસીકરણ થઈ જાય તે હેતુસર તારીખ 25 જુલાઈ, રવિવારના રોજ સ્પેશ્યલ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરાયુ છે, જે રાજ્યભરના 1800 સેન્ટર પર યોજાશે.
રવિવાર તા.25 જૂલાઈએ યોજાનારા આ વેક્સીનેશન કેમ્પનો મહત્તમ લાભ નાના મોટા વેપારી વર્ગો, સેવાકીય વર્ગના કર્મચારીઓ લે તેવો અનુરોધ કરવામાં આવ્યો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268