સંતરામપુરમાં આઝાદીના અમૃત મહોત્સવ નિમિતે ટાઉન હોલનું લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદ મેદાન ખાતે નગર પાલિકા દ્વારા ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને નવા બનેલા ટાઉન હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
જાણવા મળતી માહિતી પ્રમાણે,સંતરામપુર ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ નિમિત્તે નવનિર્મિતટાઉનહોલનુ લોકાપર્ણ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.મહિસાગર જિલ્લાના સંતરામપુર શહેરમાં આવેલ આઝાદ મેદાન ખાતે નગર પાલિકા દ્વારા તૈયાર કરવામાં આવેલા 2 કરોડ 70 લાખ ના ખર્ચે બનેલ નિવનિર્મિતટાઉનહોલ નો લોકાપર્ણ કાર્યક્ર્મ યોજવામાં આવ્યો હતો.
આ નિવન ટાઉનહોલ નું ઉદ્ઘાટન સાંસદસભ્ય જશવંતભાઈ ભાભોરનાં હસ્તે રીબીન કાપી કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ કાર્યક્રમ નિમિત્તે સંતરામપુર વિધાનસભાના ધારાસભ્ય ગુજરાત રાજ્ય કક્ષાના મંત્રી કુબેર ડિંડોર,સંસદસભ્ય જશવંતસિંહ ભાભોર,મહિસાગર જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારૈયા,નગરપાલિકા ચીફ ઓફિસર દીપસિંહભાઈ હઠીલા,સંતરામપુરના સ્થાનિક અધિકારીઓ મામલતદાર,તાલુકા વિકાસ અધિકારી સંતરામપુર પ્રાંત અધિકારીઓ,સંતરામપુર જીઈબી ઈજનેર હર્ષદભાઈ કલાક તેમજ બાળ વિકાસ અધિકારી ઉર્મિલાબેન, નગર પાલિકા સભ્યો તેમજ વેપારીઓ સ્થાનિક સામાજિક આગેવાનો સ્થાનીક લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમમાં જોડાયા હતા.