Shantishram News, Diyodar, Gujarat.
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના હેઠળ બનાસકાંઠા જિલ્લાના તમામ ૧૪ તાલુકાઓમાં આજે ગ્રામહાટના કામોનું સામૂહિક ખાતમૂર્હત કરવામાં આવ્યું હતું.
બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરેના હસ્તે ડીસા તાલુકાના મોટા રસાણા, ભાભર તાલુકાના રૂની અને સરહદી તાલુકો સૂઇગામ ખાતે ગ્રામહાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ બાંહેધરી યોજના હેઠળ આજે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે ૧૭ જેટલી જગ્યાએ ગ્રામહાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
જે આ ગામો અને આજુબાજુના ગામોના ખેડૂતો અને મહિલાઓ માટે આશીર્વાદ સમાન બની રહેશે.
તેમણે કહ્યું કે, આ ગ્રામહાટોથી ગામ લોકો પોતાના માલ-સામાનનું ખરીદ-વેચાણ ઘરઆંગણે જ કરી શકશે. જેનાથી ખેડૂતો અને મહિલાઓને ખૂબ મોટો ફાયદો થશે.
ખાતમુહૂર્તના કાર્યક્રમ પ્રસંગે ડીસા તાલુકા વિકાસ અધિકારીશ્રી બી.ડી.સોલંકી,
સૂઇગામ નાયબ મામલતદારશ્રી પ્રવિણદાન ગઢવી,
સૂઇગામ સરપંચશ્રી વિહાજી રાજપૂત સહિત સ્થાનિક સરપંચશ્રીઓ તથા
ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતાં.
Manrega Yojana, Banaskantha DDO Swapnil Khare, Gram Haat, Bhabhar, Deesa, SuiGam
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268