Shantishram News, Diyodar, Gujarat.
બનાસકાંઠા જીલ્લાના મગરવાડા મધ્યે આવેલ માણીભદ્રવિરદાદાનું સ્થાનક દેશભરમાં પ્રસિધ્ધ છે. અહી પ્રતિમાસની સુદ-પ ના રોજ હજારો ભાવિકો દર્શનાર્થે ઉમટી પડે છે.
આ વરસે સરકારની ગાઈડલાઈન મુજબ દર વર્ષે યોજાતો લોકમેળો બંધ રાખવામાં આવેલ. અને મગરવાડા ગ્રામજનો દ્વારા ગાદીપતિ યતિવર્યશ્રી વિજયસોમજી મહારાજ સા.ની પાવનનિશ્રામાં ભવ્ય યજ્ઞ યોજાયો હતો.
જેમાં આવેલા ભાવિકોએ ઘી,શ્રીફળ હોમી ધન્યતા અનુભવેલ.
પૂ.વિજય સોમજી મ.સા.એ સૌને આશીર્વચન આપેલ.
મગરવાડા તીર્થ મધ્યે સુંદર જૈન ભોજનશાળા-ધર્મશાળા આવેલ છે.
તેમજ ટ્રસ્ટમંડળ દ્વારા ભાવિકભક્તો દ્વારા વીરદાદાને સુખડીનો પ્રસાદ ધરાવી શકાય તે માટે સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે.
Magarwada, Manibhadravir Dada Mandir, Vijay Somji Maharj Saheb, Jain, Banaskantha, Uttar Gujarat
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268