મંદિર પાસે ચાલતું રસ્તા રિપેરીંગનું કામ સત્વરે પૂર્ણ કરવા તાકીદ કરી પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેક્ટર યાત્રાધામ ડાકોરની મુલાકાતે યાત્રાધામ ડાકોર મંદિરની બહાર રસ્તાનું નવિનીકરણ કરવાનું કામ ચાલી રહ્યું હોય, યાત્રાળુઓને પડતી અગવડતા અંગે ની નોંધ લઈ પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેકટર સી.પી. પટેલ ડાકોરની મુલાકાતે દોડી આવ્યા હતા. પ્રાદેશિક કમિશનર કચેરીના ડે.કલેકટર દ્વારા સૌપ્રથમ મંદિરની આજુબાજુ એ કરેલ ખોદકામ તેમજ ગામની અનેક જગ્યાના ગટરના કામોની સ્થળ તપાસ કરી હતી. તેમજ વરસાદી પાણીના નિકાલ માટે પણ ચર્ચા કરી હતી. તેઓ દ્વારા પાલિકાના ચીફ ઓફિસર, એજન્સીયર અને ઇન્ચાર્જ પ્રમુખને તાકીદ કરીને જણાવ્યું કે આ રસ્તાનું કામ જેમ બને તેમ વહેલા કરી દેવું. આવનાર યાત્રિકોની સલામતીની જાણ કરીને સ્થળ તપાસ કરી હતી. તપાસ દરમિયાન ચીફ ઓફિસરને તાકીદ કરવામાં આવી હતી કે પહેલા તમો આ મંદિર સામેની ગટરલાઇન યોગ્ય પ્રમાણમા સમારકામ કરી મંદિરની આજુબાજુમાં વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરાવો તે જરૂરી છે. જેટલું બને એટલું જલ્દી મંદિર બહારના રોડનું કામ પૂરું કરવા આદેશ આપ્યો હતો. આગામી 14 જૂનના રોજ યાત્રાધામ ડાકોરમાં જેઠ પૂનમ આવનાર હોઈ મોટી સંખ્યામાં ભક્તો આવસે, તે પહેલા પાલિકા તમામ પેન્ડિંગ કામ પૂર્ણ કરે છેકે કેમ તે જોવું રહ્યું. જો કે આ રસ્તાનું કામ સત્વરે પૂર્ણ થાય તો બહારથી આવતાં યાત્રાળુઅો અને સ્થાનિક રહિશોને રાહત થશે.
Trending
- કરારના અમલીકરણની સમયમર્યાદા પૂર્ણ થઈ, ગાઝામાં ઇઝરાયલી સેનાના હુમલાઓ તીવ્ર બન્યા
- યુપી બોર્ડની ઇન્ટરમીડિયેટ પ્રેક્ટિકલ પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી, ફેબ્રુઆરીમાં આ દિવસથી શરૂ થશે
- યુપીમાં વીજ કર્મચારીને મોટો ઝટકો આપવાની તૈયારી, વીજળી મીટર ફરજિયાત બનાવાયું
- શિક્ષણ, બેંકિંગ, રેલ્વે સહિત વિવિધ વિભાગોમાં હજારો સરકારી નોકરીઓ ,પાત્રતાના માપદંડ જાણો
- રાષ્ટ્રપતિ યૂન સુક યેઓલની ધરપકડનો આદેશ અપાયો , વિવાદ વચ્ચે કોર્ટ તરફથી મોટો આંચકો
- ભારત-બાંગ્લાદેશ સરહદ પર ફરી પરિસ્થિતિ વણસી, ખેડૂતો વચ્ચે ઝઘડો થયો
- રાષ્ટ્રપતિ બન્યા પછી ટ્રમ્પ પહેલા વિદેશ પ્રવાસમાં ચીનની મુલાકાત લઈ શકે, ભારતની પણ મુલાકાત લેવાની યોજના
- આ દિવસે ખાતામાં 19મો હપ્તો આવી શકે છે, જો તમે આ ભૂલો કરશો તો તમને લાભ નહીં મળે