ભીલડી,લાખણી અને દિયોદર વિસ્તારમાં જનઆરોગ્ય મેડિકલ ઓક્સિજન સહિત સુવિધાઓ માટે તાત્કાલિક 15 લાખ ની ગ્રાન્ટ ની ફાળવણી ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ કરી:
દિયોદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ ભીલડી, લાખણી તેમજ દિયોદર વિસ્તારમાં
જન આરોગ્ય હિતાર્થે 15 લાખની ગ્રાન્ટ ફાળવી તાત્કાલિક
ઓક્સિજન બોટલ સહિત સ્વાસ્થ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા ભલામણ કરી
સામાન્ય જન થી પૈસાદાર સૌ કોઈ કોરોનાની ચપેટ માં આવી રહ્યા છે.
ઓક્સિજન ની અને મેડિકલ ની સુવિધાઓ ના અભાવે દરરોજ અનેક લોકોના મોત થઈ રહ્યા છે
દિયોદર મતવિસ્તાર માં પણ કોરોના મહામારીએ ભરડો લીધો છે
ત્યારે દિયોદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાએ કોરોના મહામારી માં
લોકહિતાર્થ દિયોદર,ભીલડી,લાખણી વિસ્તારમાં તાત્કાલીક આરોગ્ય સેવાઓ આપી શકાય એ હેતુએ
15 લાખ ની ગ્રાંટ ફાળવણી કરી,
આયોજન અધિકારી શ્રીને તાત્કાલિક ભલામણ કરી.
ઓક્સિજન ની ટેંક, ઓક્સિજન ના બાટલા,
ઓક્સીજન ફ્લો મીટર અને મેડિસિન તત્કાલિક ઉપલબ્ધ કરાવવા
સરકારમાં રજુઆત કરી છે.
પ્રજાના વિકટ સમયે દિયોદર માં તેઓ પ્રયત્ન થકી કોવિડ એસોલેસન સેન્ટર પણ ઉભું કરાયું છે
દિયોદર ની આદર્શ હાઇસ્કુલ ના પ્રાગણ માં લોકો પ્રાથમિક સારવાર મેળવી રહ્યા છે
આમ દીઓદર ના ધારાસભ્ય શીવાભાઈ ભુરિયાની લોકાભિમુખ કાર્ય ની સરહનાઓ પંથકમાં થઈ રહી છે.
શીવાભાઈ ભુરીયા ના વિશેષ પ્રયત્ન ના કારણે આવતીકાલે દિયોદરમાં બીજી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવશે
દિયોદર વિસ્તારમાં એક ૧૦૮ એમ્બ્યુલન્સ હોવાથી
ટ્રાફિક અને ફાટક વગેરેના પ્રોબ્લેમ ના કારણે લોકોને
સમયસર સારવાર મળવા માંતકલીફ પડતી હોવાથી.
શીવાભાઈ ભુરીયા ના વિશેષ પ્રયત્ન ના કારણે આવતીકાલે
દિયોદર માં બીજી ૧૦૮ એમ્બ્યુલન્સ સરકાર દ્વારા ફાળવવામાં આવશે.
જે લોકોને સમયસર સારવાર મેળવવા માટે મદદરૂપ થશે