ભાવનગર જિલ્લામાં આવતીકાલથી “વંદે ગુજરાત વિકાસ યાત્રા” નો પ્રારંભ મહાનગરપાલિકા કક્ષાની યાત્રાનો શુભારંભ મેયરશ્રી અને ગ્રામ્ય કક્ષાની વિકાસયાત્રાનો શુભારંભ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી કરાવશે વિવિધ વિસ્તારોમાં વિકાસકામોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત તેમજ જન હિતકારી યોજનાનાં લાભોનું વિતરણ કરાશે આઝાદીનાં અમૃત મહોત્સવની ઉજવણી નિમિત્તે ગુજરાત સરકારનાં ૨૦ વર્ષના વિશ્વાસ અને વિકાસની ગાથા રજૂ કરતા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ કાર્યક્રમ અંતર્ગત આવતીકાલથી તા.૧૯-૦૭-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે.જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં મહાનગરપાલિકા કક્ષાની યાત્રાનો શુભારંભ મેયર શ્રીમતી કિર્તીબાળા દાણીધારીયા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત શાળા નં.૫૩, મહાદેવનગર, ચિત્રા, આખલોલ જકાતનાકા સામેથી અને ગ્રામ્ય કક્ષાની વિકાસયાત્રાનો શુભારંભ જિલ્લા પંચાયતનાં પ્રમુખશ્રી ભરતસિંહ ગોહિલ જયશ્રી રામદેવપીરની વાડી, માલણકા ગામેથી કરાવશે.ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને લોકો સુધી પહોચાડવાનાં પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા તમામ જિલ્લાઓમાં આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ અંતર્ગત વિવિધ વિકાસ કાર્યોનાં લોકાર્પણ અને ખાતમૂર્હુત, નવા મંજુર થયેલા કામોની જાહેરાત, વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ, યોજનાઓનો પ્રચાર પ્રસાર, ફિલ્મ નિદર્શન, સાફલ્ય ગાથા જેવા લોકાભિમુખ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. જે-તે વિસ્તારમાં રથનાં આગમન બાદ ગ્રામજનો દ્વારા સ્વાગત કરી ગ્રામ્ય કક્ષાએ કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં વિવિધ સમિતિની બેઠકો, વન અને પર્યાવરણ વિભાગ દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ, શિક્ષણ વિભાગ દ્વારા શાળાઓમાં નિબંધ અને ચિત્ર સ્ર્પધાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કિટ વિતરણ, પોષણલક્ષી વાનગી હરીફાઈ, બાળકોની વિકાસ વૃધ્ધિ અંગે તપાસ અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા પી.એમ.જે.એ.વાય. અંતર્ગત કાર્ડ વિતરણ અને કે.વાય.સી દ્વારા અપડેશન તેમજ નિરામય ગુજરાત અંતર્ગત આરોગ્ય કેમ્પ જેવાં કાર્યક્રમો આવરી લેવામાં આવશે.
Trending
- મહારાષ્ટ્ર-ઝારખંડ ચૂંટણી પરિણામો પહેલા કોંગ્રેસનો મોટો નિર્ણય, આ નેતાઓને સોંપી મોટી જવાબદારી
- લંડન એરપોર્ટ પર મચી અફરા-તફરી, હજારો મુસાફરો રસ્તા અને પાર્કિંગ પર ફસાયા
- અદાણી વિવાદ વચ્ચે SEBIએ કરી કાર્યવાહી, સ્ટોક એક્સચેન્જો પાસેથી માંગવામાં આવી આ માહિતી
- બંધારણ દિવસ ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જાણો તેના વિશેની રસપ્રદ બાબતો
- રાજ્ય શિક્ષણ મંત્રાલયની મહત્ત્વપૂર્ણ સૂચના: વિદ્યાર્થીઓને ગરમ કપડા બાબતે સ્કૂલ નહીં કરી શકે દબાણ
- દલાલોની મદદથી ભારત પહોંચ્યા બાંગ્લાદેશીઓ, ત્રિપુરામાંથી 12ની ધરપકડ
- ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ, હવે ખેતીમાં આ સમસ્યા નહીં થાય
- જાપાનમાં લાપતા લેડીઝનું વર્ચસ્વ, કમાણીની બાબતમાં પઠાણ અને સલાર પણ પાછળ