ભાવનગર જિલ્લાના મહુવામાં સ્ટેશન રોડ પર ટ્રાફીક જામ જનતા માટે માથાનો દુ:ખાવો સમય અને આર્થિક નુકશાની ભોગવતી શહેર-તાલુકાની જનતા હેવન પેટ્રોલીયમ થી નેસવડ ચોકડી સુધીના સ્ટેશન રોડ પર ભારે ટ્રાફીકના કારણે વારંવાર ચક્કાજામના દ્રશ્યો મહુવામાં હેવન પેટ્રોલીયમ થી નેસવડ ચોકડી સુધીના સ્ટેશન રોડ ઉપર ભારે ટ્રાફોકના કારણે વારંવાર ચક્કાજામ સર્જાય છેઆથી એમ્બ્યુલન્સમાં દર્દીની હાલત પણ કથળતી હોય છે તેમજ અનેકો વખત રેલ્વેમાં જવાવાળા કે બસ સ્ટેન્ડે બસમાં જવાવાળા પોતાની ટ્રેન કે બસ ચુકી જાય છે અને કારણ વગરનું માનસિક અને આર્થિક નુકશાન સહન કરવુ પડે છે. સ્ટેશન રોડ ઉપર હીરાના કારખાનાઓ આવેલા હોય હજ્જારો રત્નકલાકારો આ રોડ ઉપર આવજા કરતા હોય છે. પરિણામે રીસેશ અને રજાના સમયે આ રોડ પર મોટર સાયકલનું કીડીયારૂ ઉભરાય છે અને ટ્રાફીકનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે તેમજ ચક્કાજામ સર્જાય છે. આ પરિસ્થિત થાળે પાડવા હીરાના કારખાનાદારોએ એકત્ર થઇ દરેક કારખાનામાં રીસેશ અને રજાના સમયમાં 10-15 મિનીટનો તફાવત રાખી રોડ ઉપર સર્જાતો ટ્રાફીક અટકાવવો જોઇએ. સ્ટેશન રોડ પર લારી-ગલ્લા વાળાનો પણ ત્રાસ વધી ગયો
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું