Shantishram News, Diyodar, Gujarat.
પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ્ વિજય
રત્નચંદ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ (ડહેલાવાળા)
આદિ ઠાણા ગુરુ ભગવંતોની પ્રેરક નિશ્રામાં
ભાવનગરમાં સામુદાયિક માસક્ષમણ તપના મંડાણ થયા.
વર્તમાન સમયમાં લોકો ઇમ્યુનિટી વધારવાના પ્રયત્નો માં લાગેલા છે
ત્યારે પ્રવચનમાં પરમ પૂજ્ય આચાર્ય
શ્રીમદ્ વિજય ઉદયરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબે પ્રેરણા કરી કે
આજે પ્રવચનમાં હજારો લોકો બેઠા છે ત્યારે
આમાંથી કોણ એવું સત્વ શીલ છે કે જે
એકસાથે 16 ઉપવાસ ના પચ્ચકખાણ કરશે.
પૂજ્યશ્રીની પ્રેરણાને લોકોએ તુરંત જ ઝીલી લીધી અને
એક સાથે 25 ભાગ્યશાળીઓએ 16 ઉપવાસ અને
54 ભાગ્યશાળી 8 ઉપવાસના પચ્ચક્ખાણ લીધા અને
માસક્ષમણ તપ ના મંડાણ થયા.
પૂજ્યશ્રીની નિશ્રામાં 10 વર્ષથી ૮૨ વર્ષ સુધીની ઉંમરના
એક હજારને આઠ જેટલા લોકોએ માસક્ષમણ તપ નો પ્રારંભ કર્યો છે
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268