ભાવનગરમાં કલેક્ટરના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન અંગે બેઠક મળી, વિવિધ વિભાગોના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી જિલ્લામાં આવેલી કાંસની સફાઇની કામગીરી કરવા સુચના અપાઈ ભાવનગરમાં ચોમાસા પહેલાની તૈયારીઓને આખરી ઓપ આપવાં કલેક્ટર યોગેશ નિરગુડેના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન અંગે બેઠક મળી હતી. કલેક્ટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલી આ બેઠકને સંબોધતાં કલેક્ટરે ચોમાસા પહેલાં વિવિધ વિભાગોએ કરવાના કાર્યોની વિગતવાર સમીક્ષા હાથ ધરી હતી. જિલ્લા કલેક્ટરે પ્રિ-મોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારઓ, તાલુકા વિકાસ અધિકારીઓ, નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવાં, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવાં, પૂરના કારણે સ્થળાંતર થયેલા હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા જણાવ્યું હતું, તેમજ નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા, જી.ઇ.બી., પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવાં તથા ટેલિફોન નંબરો અપડેટ કરી જિલ્લાના શરૂ કરવાના કંટ્રોલ રૂમ શરૂ કરવાં જણાવ્યું હતું, કલેક્ટરે જિલ્લામાં આવેલી કાંસની સફાઇની કામગીરી ખાસ કરવા જણાવ્યું હતું, આ અંગે થયેલી
Trending
- નેપાળના વડાપ્રધાન ઓલી ચીનની યાત્રા માટે નીકળ્યા
- એક અઠવાડિયામાં બેરૂત પર ઈઝરાયેલનો ચોથો હુમલો, ડઝનેક ઈમારતો નાશ પામી
- રશિયાએ યુક્રેનમાં પહેલીવાર MIRVનો ઉપયોગ કરીને તબાહી મચાવી દીધી
- Amazon પર 34 હજાર રૂપિયા સસ્તો મળી રહ્યો છે iPhone, ઑફર તરત જ ચેક કરો
- કોણ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી? જીત બાદ દેવેન્દ્ર ફડણવીસે મૌન તોડ્યું
- બ્રાન્ડ લીડ રાજ ઠાકરેના પુત્ર અમિત ઠાકરેની કરારી હાર
- પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત થયો અશાંત, જૂથવાદી હિંસામાં 18 લોકોના મોત
- અદાણી પછી, યુએસ ન્યાય વિભાગની ભારત પર બીજી મોટી કાર્યવાહી, બાયડેને બગાડ્યા સંબંધો