Shantishram News, Diyodar, Gujarat.
ભાવનગર શ્વેતાંમ્બર મૂર્તીપૂજક તપાસંઘના ઉપક્રમે ઐતિહાસિક ર૩૬ માસક્ષમણ બાદ પુનઃ એકવાર ધર્મ લહેરનો પ્રારંભ થયો છે.
ડહેલાના સમુદાયના જૈનાચાર્ય પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય રત્નચંદ્રસૂરિશ્વરજી મહારજ સાહેબ, પરમ પૂજ્ય આચાર્ય શ્રીમદ વિજય ઉદયરત્નસૂરીજી મહારાજ સાહેબની નિશ્રામાં ભવ્ય ઉપધાન તપનો આરંભ થયેલ છે.
ભાવનગર સંઘમાં આ ચાતુર્માસ દરમ્યાન દાન, શીલ, તપ ભાવ ધર્મની ખૂબ વૃધ્ધિ થઈ આ સમગ્ર સાધના કાળની શિરમાળે આરાધનામાં રર૮ થી વધુ આરાધકો જોડાયા છે.
દાદા સાહેબ વિભાગમાં આ સમગ્ર આયોજન સુચારૂ રૂપે સંપન્ન થાય તે માટે સમસ્ત ભાવનગર જૈનસંઘે આયોજન કર્યું છે.
આ આરાધનામાં ૪૭ દિવસ સુધી તમામ આરાધકો સાધુ જીવન જેવુ નિર્દોષ જીવન જીવશે. તપશ્ચર્યા ત્યાગ અને જાપ-ધ્યાન યુક્ત આ અનુષ્ઠાન જૈન શાસનની આગવી ઓળખ છે.
દશેરા (આસો સુદ-૯) ના પ્રારંભ થયેલ આ મહાતપ તા.૩/૧ર/ર૦ર૧ ના રોજ માળારોપણ યોજાશે.
Bhavnagar Jain Sangh, Ratnachandra Suriji Maharaj Saheb, Hriday parivartan, Updhan Tap, Dada Saheb Jain Sangh
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268