અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન ચલાવવાના પ્રોજેક્ટ પર મોદી સરકાર ખાસ ધ્યાન આપી રહી છે. આ જ કારણ છે કે, સોમવારે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ અને રેલ રાજ્યમંત્રી દર્શના જરદોશ પ્રોજેક્ટ સાથે સંકળાયેલ અધિકારીઓની ટીમની સાથે સૂરતથી લઈને નવસારી સુધી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની લાઈનનું નિરિક્ષણ કરવા પહોંચ્યા હતા. આ પ્રસંગે રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, તેઓ 2026માં ગુજરાતના સૂરત અને બિલિમોરાની વચ્ચે દેશની પ્રથમ બુલેટ ટ્રેન ચલાવવાના લક્ષ્યને પ્રાપ્ત કરવા પ્રત્યે આશ્વસ્ત છે. તેઓએ કહ્યું કે, આ દિશામાં ઘણું સારી રીતે કામ થયું છે. તેઓએ કહ્યું કે, અમદાવાદ અને મુંબઈની વચ્ચે બુલેટ ટ્રેન માટે પાયાના ઢાંચાના નિર્માણમાં સારી પ્રગતિ થઈ છે અને કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સોમવારે સુરતના ચોર્યાસી તાલુકાના વકતાણા ગામ પાસે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોરના વિભાગીય કાસ્ટિંગ યાર્ડની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. આ ઉપરાંત પ્રોજેક્ટ અંતર્ગત નિર્માણાધીન અંતોલી રેલવે સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. આ પછી તેઓ રેલ્વે રાજ્ય મંત્રી દર્શન જરદોશ સાથે નવસારીના નસીલપુર પણ ગયા હતા જ્યાં તેમણે પ્રોજેક્ટ સાઇટની મુલાકાત પણ લીધી હતી.રેલમંત્રીએ આપી જાણકારીનિરીક્ષણ બાદ રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે,બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે 61 કિમીના રૂટ પર પિલર લગાવવામાં આવ્યા છે અને લગભગ 150 કિમીના રૂટ પર કામ ચાલી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે 508 કિલોમીટર લાંબા પ્રોજેક્ટમાંથી 91 ટકા એલિવેટેડ છે, માત્ર ચાર કિલોમીટર લાંબી લાઇન જમીન પર છે. તેમણે કહ્યું કે સાત કિલોમીટરનો ભાગ મહારાષ્ટ્રમાં સમુદ્રમાંથી પસાર થશે. તેમણે કહ્યું કે,આ લાઇન પર કુલ 12 રેલવે સ્ટેશન બનાવવામાં આવશે. જેમાં આઠ ગુજરાતમાં અને ચાર મહારાષ્ટ્રમાં હશે.
Trending
- હોળી પાર્ટીમાં તમારા લુકને ગ્લેમરસ બનાવો, આ સફેદ ઓર્ગેન્ઝા ગાઉનને સ્ટાઇલ કરો
- વર્ષનું પહેલું સૂર્યગ્રહણ ચૈત્ર અમાવસ્યાના રોજ થશે, જાણો તર્પણ, સૂતક કાળ વગેરે ..
- આ સેડાનમાં ડીઝલ એન્જિનનો વિકલ્પ પણ ઉપલબ્ધ , કંપનીએ જણાવ્યું કે તે ક્યારે લોન્ચ થશે?
- સાપ પકડાઈ જતાં પોતાના શરીરમાંથી આ વસ્તુ કાઢી નાખે છે, જવાબ જાણીને તમને નવાઈ લાગશે
- ૧૮ મહિના પછી કેતુ સિંહ રાશિમાં ગોચર કરશે, આ ૩ રાશિઓ માટે આવશે સારો સમય
- 20 હજારથી ઓછી કિંમતના પાંચ શક્તિશાળી 5G ફોન, OnePlus અને Samsung પણ યાદીમાં
- પાણીમાં સોજી અને ચણાની દાળમાંથી સ્વાદિષ્ટ ટિક્કી બનાવો ,એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બનશે
- પરીક્ષામાં હાજરી ન આપી શકે તે માટે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીનું અપહરણ, બદમાશોએ તેને રૂમમાં બંધ કરીને માર માર્યો