ભાજપનો કેસરિયો લહેરાવવા કામે લાગવા પાટણ જીલ્લાના કાર્યકરોને આહવાન પાટણ જિલ્લા ભાજપ કારોબારી બેઠકનું આયોજન ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી સિદ્ધપુર ખાતે શુક્રવારે કરવામાં આવ્યું હતું . બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી . આર . પાટીલના મિશન 182 ને કઈ રીતે પરિપૂર્ણ કરવો તે અંગેની સવિશેષ ચર્ચા કરવામાં આવી હતી . આગામી સમયમાં પક્ષ દ્વારા આયોજિત ખાટલા બેઠક , પેજ સમિતિની બેઠકો અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મન કી બાત કાર્યક્રમ નિહાળવો સહિતનું માર્ગદર્શન કરવામાં આવ્યું હતું . આગામી વિધાનસભાની ચૂંટણીમાં પાટણ જિલ્લા ચારેય બેઠકો ઉપર ભાજપનો ભગવો લહેરાય તે માટે કામે લાગી જવા આહવાન કરાયું હતું . આ કાર્યક્રમમાં પ્રદેશ મહામંત્રી રજની પટેલ , પ્રદેશ ઉપપ્રમુખ નંદાજી ઠાકોર , જિલ્લા પ્રભારી ગોવિંદભાઈ પટેલ , જિલ્લા પ્રમુખ દશરથજી ઠાકોર , પૂર્વ જીઆઇડીસી ચેરમેન બલવંતસિંહ રાજપૂત , પૂર્વમંત્રી દિલીપજી ઠાકોર , રણછોડભાઈ રબારી , પૂર્વ પ્રદેશ મહામંત્રી કે . સી . પટેલ , પૂર્વ સાંસદ દિલીપભાઈ પંડ્યા , મોહનભાઈ પટેલ , સિદ્ધપુર ન . પા . પ્રમુખ કૃપાબેન આચાર્ય સહિત ઉપસ્થિત રહ્યા હતા
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું