ભાજપની વિદ્યાર્થી પાંખ કોંગ્રેસમાં વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ રાજકીય પક્ષો દ્વારા કાર્યકરો અને આગેવાનોને ખેચતાણ પણ જોરશોરમાં ચાલી રહી છે. આજે એબીવીપીના સ્થાપના દિને એબીવીપીના આગેવાનો અને કાર્યકરો એનએસયુઆઇ માં જોડાયા હતા અને કોંગ્રેસનો ખેસ પહેર્યો હતો. જેથી વિદ્યાર્થી રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાસ્પદ બન્યું છેલ્લા ઘણા સમયથી સ્થાનિક હોય કે રાજ્ય રાજ્ય કક્ષાએ હોય પરંતુ પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને રાજકીય હોદ્દેદારો કોંગ્રેસમાંથી ભાજપમાં અને કોંગ્રેસમાંથી આમ આથમી પાર્ટીમાં જતા હોવાના અનેક દાખલાઓ છે પરંતુ ભાવનગર કક્ષાએ આજે તો ઊલટું થયું છે. આજે એબીવીપીના સ્થાપના દિને જ એબીવીપીના કાર્યકરો અને આગેવાનો એનએસયુઆઇમાં જોડાયા છે. જે વર્તમાન પરિસ્થિતિમાં રાજકીય રીતે ખરેખર આશ્ચર્ય જગાવે છે. એબીવીપી અને એનએસયુઆઇ બન્ને વિદ્યાર્થી પરિષદ છે. પરંતુ એબિલિટી ભાજપ સાથે સંકળાયેલી અને એનએસયુઆઇ કોંગ્રેસ નિર્મિત છે. જેથી ભાજપમાંથી વિદ્યાર્થી આગેવાનો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકીય હલચલ મચી છે.આજે સાંજે સર્કિટ હાઉસ ખાતે તમામને કોંગ્રેસના ખેસ પહેરાવીને આવકારમાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી આદિત્યરાજસિંહ ગોહિલ અને કોંગ્રેસના સ્થાનિક હોદ્દેદારો, સેનેટ સભ્ય, યુવા કોંગ્રેસના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા.
Trending
- બુલેટ ટ્રેન દરિયાની નીચે દોડશે, રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે કામ અંગે લીધું અપડેટ
- હરિયાણામાં ધુમ્મસ વચ્ચે મોટો અકસ્માત,હાઇવે પર 10 વાહનો અથડાયા
- શ્રદ્ધા મિશ્રાએ સા રે ગા મા પા ની ટ્રોફી જીતી, સ્વપ્ન થયું સાકાર
- ટીમ ઈન્ડિયા 14 મહિનામાં બદલાઈ , 2023 વર્લ્ડ કપ રમનારા 6 દિગ્ગજ ખેલાડીઓ બહાર
- પાકિસ્તાનમાં 80 વર્ષ જૂનું ધાર્મિક સ્થળ તોડી પાડ્યું , પોલીસ પર હુમલો
- દિલ્હીનું IGI એરપોર્ટ 26 જાન્યુઆરી સુધી દરરોજ 145 મિનિટ બંધ રહેશે, જાણો સમય
- ગુજરાત સરકારે ખેલ મહાકુંભ 3.0 શરૂ કર્યું, રમતગમતના ખેલાડીને પ્રોત્સાહન મળશે
- ટ્રમ્પના શપથ ગ્રહણ પહેલા એલોન મસ્ક ભારતીય ઉદ્યોગપતિઓને મળ્યા