બુલેટ ટ્રેન પાછળનો પ્રોજેક્ટમાં અત્યારે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે પરંતુ આ પ્રોજેક્ટમાં વિલંબ થઈ રહ્યો છે જેના કારણે અંદાજિત 50 લાખ કરોડથી વધુ ખર્ચ વધવાનો અંદાજ છે. વિલંબના કારણે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ મોંઘો પડી શકે છે. વિગતવાર જોઈએ તો 2017ની અંદર શરુ કરાયેલા 508 કિમીના પ્રોજેક્ટની પ્રારંભિક મર્યાદા આ વર્ષ સુઘીની એટલે કે 2022 સુધીની હતી પરંતુ અત્યાર સુધી 100 જમીન સંપાદનની કામગિરી અત્યાર સુધીમાં ફક્ત દાદરા નગર હવેલી આસપાસ થઈ છે. ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતમાં જમીન સંપાદનની કામગિરી છે ત્યારે મહારાષ્ટ્રમાં જમીન સંપાદનમાં વિલંબ એ પ્રોજેક્ટની ધીમી પ્રગતિનું કારણ હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે. અગાઉ અઘાડી સરકારે બૂલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં રસ ખાસ દાખવ્યો નહોતો. જેના કારણે અવરોધો દૂર થયા નહોતા. ખાસ કરીને ગુજરાતમાં જમીન સંપાદન 98.9 ટકા છે તો મહારાષ્ટ્રમાં માંડ 73 ટકા છે પરંતુ જો વધુ સમય લાગે છે તો વધુ ખર્ચ પણ બૂલેટ ટ્રેનમાં થઈ શકે છે.
ખાસ કરીને થોડા દિવસ પહેલા રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ બૂલેટ ટ્રેન પ્રોજેક્ટની સમીક્ષા મામલે દક્ષિણ ગુજરાતમાં આવ્યા હતા ત્યારે એવી પણ વિગતો સામે આવી રહી છે કે, જેમાં સરકારે હવે પ્રથમ તબક્કાની કામગીરી માટે 2026ની સમયમર્યાદા નક્કી કરી છે. જેથી આ ખર્ચમાં વધુ વધારો થઈ શકે છે. અગાઉ કોરોનાના કારણે વિલંબ થતા પણ ખર્ચમાં વધારો થયો છે.