બારડોલી: બારડોલી સિનિયર સીટીઝન ક્લબ દ્વારા પ્રતિમાસ જન્મદિન ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ વખતે જન્મદિન ઉજવણીની સાથે સાથે ભગવદ ગીતા સૌને માટે વિષય પર વિનય પત્રાલેના પ્રવચન પણ રાખવામાં આવ્યું હતું . આ પ્રસંગે બારડોલી સિનિયર સીટીઝનના પ્રમુખ દિનેશ સી.દેસાઇની બારડોલી એજ્યુકેશન સોસાયટીના ટ્રસ્ટી તરીકે અને સુરત જિલ્લા ભાજપમાં મીડિયાસેલ કન્વીનર તરીકે વરણી થવા બદલ તેમનું અને અને તેમના ધર્મપત્ની ગીતાબેન દેસાઇનું સન્માન કરવામાં આવ્યું હતું. મેનેજમેન્ટ ગુરુ તેમજ 21 વર્ષથી આર.આર.એસ.ના પ્રચારક વિનય પત્રાલેએ ભગવદ ગીતા સૌને માટે વિષય પર પ્રવચન કરતાં જણાવ્યુ હતું કે, બાળકો વડીલોને જોઈને શીખે છે. આપણાં દેશના વડાપ્રધાન નરેંદ્ર મોદી જ્યારે વિદેશ પ્રવાસે જાય ત્યારે સૌને ભગવદ ગીતા ભેટ આપે છે. જિંદગીમાં સતત શિખતા રહેવું જોઈએ. ગાંધીજી અને રવિન્દ્રનાથ ટાગોર માટે ગીતા પેરણાસ્ત્રોત રહી છે. સમરસતા એ ગીતાનો સંદેશ છે. પહેલા શક્તિશાળી બનીએ પછી અહિંસાની વાત કરવી જરૂરી છે. કોઈ પણ કર્મ કરતી વખતે મન હ્રદય ચોખ્ખું હોય તો જ ચિંતા સતાવતી નથી. જ્ઞાન સૌથી શ્રેષ્ઠ છે. જીવન મોટો ઘમંડ છે. આપણે સૌ ભાડાના મકાનમાં રહીએ છીએ બધુ અહીં છોડીને જવાનું છે. આ પ્રસંગે સન્માનનો પ્રતીભાવ આપતા પ્રમુખ દિનેશ દેસાઇએ જણાવ્યુ હતું કે, પ્રામાણિકતા અને નિઃસ્વાર્થપણે અવિરત સેવા કરતાં રહો. જીવનમાં ખંત, મહેનત અને અનુભવથી કોઈ પણ વ્યક્તિ જાહેર જીવનમાં પ્રગતિ કરી શકે છે. સત્તાનો મદ રાખવું નહીં પરંતુ પદને જવાબદારી સમજી સમાજ અને દેશની સેવા કરતાં રહેવું જોઈએ. સ્વને દૂર રાખીને સર્વનું કલ્યાણના મંત્રને આત્મસાત કરવા ઉપસ્થિત લોકોને અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે બારડોલી સત્યાગ્રહ હોસ્પિટલના અધિક્ષક ડૉ. અમૃત પટેલ, પ્રાધ્યાપક ચૈતન્ય દેસાઇ, ડૉ. રાજેશ અધ્વર્યુ સહિત અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિન સમિતિના સભ્યો પૈકી કન્વીનર અજિત ચૌહાણ, પ્રવીણ કાપડિયા, શ્રીમાળીએ ખૂબ જ જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે નવનિયુક્ત ટ્રસ્ટી પંકજ જોશી અને નરેશ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન અને આભારવિધિ માધુભાઈ ચૌહાણે કરી હતી.
Trending
- સેબીની કડકાઈ વચ્ચે આ SME IPOને મળી મંજૂરી, કંપની 10 વર્ષ જૂની
- ડાયાબિટીસના દર્દીઓએ સવારે આ ફળ અવશ્ય ખાવું જોઈએ, તેઓને મળશે અદ્ભુત ફાયદા
- શું કુંડળીમાં સૂર્ય અને શનિનો સંયોગની પીડા છે? તો એકવાર આ ઉપાય અજમાવી જુઓ
- આજનું પંચાંગ 24 નવેમ્બર 2024 : જાણો આજની તિથિ, નક્ષત્ર, યોગ સહિત પંચાંગનો શુભ સમય
- આ રાશિના જાતકોને સારા સમાચાર મળી શકે છે, વાંચો તમારું રાશિફળ
- સંગીતમાં તમારો જાદુ દેખાડવા માટે આવા આઉટફિટ્સ પહેરો, ડાન્સિંગ પણ થઈ જશે આસાન
- જાન્યુઆરીમાં વૈકુંઠ એકાદશી ક્યારે છે? જાણો તિથિ, પૂજાનો શુભ સમય અને વ્રત પારણનો સમય
- હોન્ડાના ઇલેક્ટ્રિક સ્કૂટરમાં મળશે આ ખાસ ફીચર, બેટરી ઝડપથી ચાર્જ થશે